Home /News /sport /

CWG 2022: ભારતે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જીત્યા 203 ગોલ્ડ, મેળવી આવી સિદ્ધિ

CWG 2022: ભારતે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જીત્યા 203 ગોલ્ડ, મેળવી આવી સિદ્ધિ

મહિલા બેડમિન્ટનની સિંગલ્સ ફાઇનલમાં પીવી સિંધુએ (PV Sindhu)ગોલ્ડ મેડલ જીતી ભારતને ગેમ્સના ઇતિહાસનો 200મો મેડલ અપાવ્યો હતો

Commonwealth Games 2022 - બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારત 61 મેડલ સાથે ઓવરઓલ ચોથા સ્થાને રહ્યું છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે

    બર્મિઘમ : ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મહિલા બેડમિન્ટનની સિંગલ્સ ફાઇનલમાં પીવી સિંધુએ (PV Sindhu)ગોલ્ડ મેડલ જીતી ભારતને ગેમ્સના ઇતિહાસનો 200મો મેડલ અપાવ્યો હતો. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ જીત્યા છે આ સાથે જ કોમનવેલ્થના ઇતિહાસમાં (commonwealth games history)ભારતના કુલ ગોલ્ડની (india gold medals)સંખ્યા 203 થઇ ગઇ છે.

    ઓસ્ટ્રેલિયા (1003 ગોલ્ડ) ટોચના સ્થાને


    કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલની સંખ્યાના મામલે ઓસ્ટ્રેલિયા (1003 ગોલ્ડ) ટોચના સ્થાને છે. ઇંગ્લેન્ડે 773 ગોલ્ડ સાથે બીજા અને કેનેડા 510 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને છે. ભારત 203 ગોલ્ડ સાથે ચોથા સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ 1958માં જીત્યો હતો. મહાન દોડવીર મિલ્ખા સિંહે ગોલ્ડ જીત્યો હતો. ભારતે આ પછી દરેક કોમનવેલ્થ ગેમ્સમાં (1962 અને 1986માં ભારતે ગેમ્સમાં ભાગ લીધો ન હતો)ગોલ્ડ જીત્યો છે.

    આ પણ વાંચો - પીવી સિંધૂએ ગોલ્ડ મેડલ જીત્યો, ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવી

    બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 61 મેડલ સાથે ઓવરઓલ ચોથા સ્થાને રહ્યું છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ઓસ્ટ્રેલિયા 178 મેડલ સાથે ટોચના સ્થાને રહ્યું છે. તેણે 67 ગોલ્ડ, 57 સિલ્વર અને 54 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. 2010માં રમાયેલ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે સૌથી સફળ રહી હતી. જેમાં 38 ગોલ્ડ સાથે 101 મેડલ જીત્યા હતા.

    કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતનાર ખેલાડી


    1. અચિંતા શેઉલી (વેઇટલિફ્ટિંગ)
    2. જેરેમી લાલારિનુંગા (વેઇટલિફ્ટિંગ)
    3. મીરાબાઇ ચાનૂ (વેઇટલિફ્ટિંગ)
    4. રુપા રાની ટિર્કી, લવલી ચૌબે, નયનમોની સૈકિયા, પિંકી સિંહ (લોન બોલ્સ)
    5. બજરંગ પૂનિયા (કુશ્તી)
    6. સાક્ષી મલિક (કુશ્તી)
    7. દીપક પૂનિયા (કુશ્તી)
    8. રવિ કુમાર દહિયા (કુશ્તી)
    9. વિનેશ ફોગાટ (કુશ્તી)
    10. નવીન મલિક (કુશ્તી)
    11. નિકહત ઝરીન (બોક્સિંગ)
    12. અમિત પંઘાલ (બોક્સિંગ)
    13. નીતુ ગંઘાસ (બોક્સિંગ)
    14. સુધીર (પૈરા પાવર લિફ્ટિંગ)
    15. પીવી સિંધૂ (બેડમિન્ટન)
    16. લક્ષ્ય સેન (બેડમિન્ટન)
    17. ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી (બેડમિન્ટન)
    18. અચંતા શરત કમલ (ટેબલ ટેનિસ)
    19. શરત કમલ, શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ)
    20. હરમીત દેસાઇ, સાનિયા શેટ્ટી, શરત કમલ, જી સાથિયાન (ટેબલ ટેનિસ)
    21. ભાવિના પટેલ (પૈરા ટેબલ ટેનિસ)
    22. એલ્ડોસ પોલ (ટ્રિપલ જમ્પ)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन