Home /News /sport /

Commonwealth Games-2022: કોમનવેલ્થ ગેમ્સ-2022માં પ્રથમ દિવસના અપડેટ્સ

Commonwealth Games-2022: કોમનવેલ્થ ગેમ્સ-2022માં પ્રથમ દિવસના અપડેટ્સ

Commonwealth Games- 2022 : કોમનવેલ્થ ગેમ્સ-2022ની શરૂઆત થઇ ગઇ છે

Commonwealth Games- 2022, Day 1 Updates : આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

    Commonwealth Games- 2022, Day 1 Live Updates: કોમનવેલ્થ ગેમ્સ-2022ની શરૂઆત થઇ ગઇ છે. 11 દિવસો સુધી ચાલનાર આ મેગા સ્પોર્ટ્સમાં 72 દેશોમા 5000 એથ્લેટ ભાગ લઇ રહ્યા છે. ભારત તરફથી 215 એથ્લેટ ભાગ લઇ રહ્યા છે. પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games- 2022) મહિલા ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર શરૂઆત કરવા માંગશે. પ્રથમ મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

    બોક્સિંગમાં શિવા થાપા અને સુમિક કુંડ પોતાના-પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ સિવાય જિમ્નાસ્ટિક, ટેબલ ટેનિસ, સાઇક્લિંગ, સ્કવોશ અને બેડમિન્ટનમાં પણ સારી શરૂઆત કરવા માંગશે.

    આ પણ વાંચો - નીરજ ચોપરા ઇજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી આઉટ, ભારતે એક પાક્કો ગોલ્ડ મેડલ ગુમાવ્યો

    ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ મુકાબલામાં ઘાના સામે ટકરાશે. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગને સ્થાન મળ્યું નથી. ગેમ્સના ઇતિહાસમાં ભારતે સૌથી વધારે મેડલ શૂટિંગમાં જ જીત્યા છે.

    એક દિવસ પહેલા ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં પીવી સિંધૂ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ભારતીય દળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, Sports news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन