Home /News /sport /

CWG 2022: બિંદિયારાની દેવીએ જીત્યો સિલ્વર, ભારતને મળ્યો ચોથો મેડલ

CWG 2022: બિંદિયારાની દેવીએ જીત્યો સિલ્વર, ભારતને મળ્યો ચોથો મેડલ

23 વર્ષની મણિપુરની બિંદિયારાની દેવીએ 55 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો

Commonwealth Games 2022 - ભારતે બધા મેડલ વેઇટલિફ્ટિંગમાં જીત્યા, મીરાબાઇ ચાનૂને (mirabai chanu) ગોલ્ડ મેડલ

    બર્મિંઘમ : બિંદિયારાની દેવીએ (Bindyarani Devi)કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games 2022) ઇતિહાસમાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો છે. 23 વર્ષની મણિપુરની આ મહિલા વેઇટલિફ્ટરે 55 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે કુલ 202 કિગ્રા વજન ઉચક્યું હતું. આ ભારતનો કોમનવેલ્થ ગેમ્સમાં ચોથો મેડલ છે અને બધા મેડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. આ પહેલા મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ (mirabai chanu) ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સંકેત મહાદેવ સરગરે (sanket mahadev sargar) સિલ્વર અને ગુરુરાજ પુજારીએ (Gururaj Pujari) બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે અત્યાર (CWG 2022) સુધીમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે.

    બિંદિયારાની દેવીએ સ્નેચના પ્રથમ પ્રયત્નમાં 81 કિગ્રા વજન ઉઠાવ્યો હતો. બીજા પ્રયત્નમાં 84 અને ત્રીજા પ્રયત્નમાં 86 કિગ્રા વજન ઉંચક્યો હતો. સ્નેચ પછી તે ઓવરઓલ ત્રીજા નંબરે હતી. ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયત્નમાં ભારતીય વેટલિફ્ટરે 110 કિગ્રા વજન ઉંચક્યો હતો. બીજા પ્રયત્નમાં તેણે 114 કિગ્રાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ત્રીજા પ્રયત્નમાં 116 કિગ્રા વજન ઉંચકી સિલ્વર પોતાના નામે કર્યો હતો.

    આ પણ વાંચો - મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ,  મેડલ્સના લીસ્ટમાં ભારત ક્યાં?


    નાઇજીરિયાની અદિજાતે ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્તમાન ગેમ્સમાં તેમના દેશનો પ્રથમ મેડલ છે. તેણે સ્નેચમાં 92 અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રા સહિત કુલ 203 કિગ્રા વજન ઉંચક્યું હતું.

    મીરાબાઈ ચાનુએ  49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો

    સ્ટાર વેઈટફિલ્ટર મીરાબાઈ ચાનુએ શનિવારે 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 109 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 197 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈએ સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. તેણે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. મીરાબાઈ એક વર્ષ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन