Home /News /sport /

ગુજરાતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં બાજી મારી, મેળવ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ

ગુજરાતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં બાજી મારી, મેળવ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ

ગુજરાતની બે દીકરીઓને મળ્યા મેડલ

આ ગેમ્સના નવમાં દિવસે કુશ્તીમાં રવિ કુમાર દહિયા (Ravikumar Dahiya) , વિનેશ ફોગટ અને નવીને શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.

    કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતીય ખેલાડીઓનું શાનદાન પ્રદર્શન રહ્યું છે. આ ગેમ્સના નવમાં દિવસે કુશ્તીમાં રવિ કુમાર દહિયા (Ravikumar Dahiya) , વિનેશ ફોગટ અને નવીને શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. આ સાથે ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે  (Bhavina patel)પણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતની શાનમાં વધારો કર્યો છે. ગુજરાતની બીજી દીકરી સોનલબેન મનુભાઇ પટેલે (Sonalben Manubhai Patel) પણ મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

    ભાવિના પટેલે જીત્યો ગોલ્ડ


    બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસ ગુજરાતની 35 વર્ષીય પેરા એથલીટ ખેલાડી ભાવિના પટેલે શનિવારે ટેબલ ટેનિસમાં ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને હરાવીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ જીતાડી દીધો છે. બીજી તરફ ગુજરાતની બીજી દીકરી પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવી હતી.


    રવિ દહિયાએ ભારતને 10મો ગોલ્ડ અપાવ્યો


    ટેબલ ટેનિસ સાથે કુશ્તીમાં પણ ભારતીય ખેલાડીઓએ બાજી મારી છે. નવીન કુમારે ભારતને કુશ્તીમાં છઠ્ઠો મેડલ અપાવ્યો છે. તેણે 74 કિગ્રા વેટ કેટેગરીમાં પાકિસ્તાનના મોહમ્મદ તાહિરને 9-0થી હરાવ્યો હતો. ભારતનો આ કોમનવેલ્થમાં 34મો મેડલ છે. આ સાથે રવિ દહિયાએ ભારતને 10મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે 57 KG વેટ કેટેગરીમાં નાઈઝીરિયાના પહેલવાન ઈ વેલ્સનને ફાઈનલમાં 10-0થી હરાવ્યા છે. આ સાથે કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ રવિએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે 14-4થી સ્પર્ધામાં જીત મેળવી હતી. જ્યારે રવિએ 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યૂઝીલેન્ડના પહેલવાન સૂરજને 10-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી હતી.

    CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ફાઇનલમાં

    વિનેસે સતત ત્રીજીવાર ગોલ્ડ જીત્યો


    ​​​​​​​વિનેશ ફોગાટે વિમેન્સ 50 કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ કુશ્તીમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજો ગોલ્ડ મેળવ્યો છે. તેણે ફાઈનલમાં શ્રીલંકાની ચામુંડ્યા કેસાનીને 4-0થી હરાવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Commonwealth Games, CWG, દેશવિદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन