Home /News /sport /

CWG 2022: અચિંત શુલીએ ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો, કોમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો

CWG 2022: અચિંત શુલીએ ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો, કોમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો

અચિંતે વેઇટલિફ્ટિંગમાં પુરુષોના 73 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ (Achinta Sheuli wins Gold medal)જીત્યો

Commonwealth Games 2022 - કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWG 2022) આ ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે, અચિંત શુલીએ ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન સહિત કુલ 313 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો

    બર્મિંઘમ : ભારતીય યુવા વેઇટલિફ્ટર અચિંત શુલીએ (Achinta Sheuli)કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ઇતિહાસ રચી દીધો છે. 20 વર્ષના અચિંતે વેઇટલિફ્ટિંગમાં પુરુષોના 73 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ (Achinta Sheuli wins Gold medal)જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWG 2022) આ ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. પશ્ચિમ બંગાળના 20 વર્ષીય શુલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉંચક્યું હતું. જે કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન સહિત કુલ 313 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

    ગત વર્ષે જૂનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર શુલીએ બન્ને સર્વશ્રેષ્ઠ લિફ્ટ ત્રીજા પ્રયત્નમાં કર્યા હતા. મલેશિયાના ઇ હિદાયત મોહમ્મદને સિલ્વર અને કેનેડાના ડારસિગ્નીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેમણે અનુક્રમે 303 અને 298 કિલો વજન ઉંચક્યું હતું.

    ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં જીત્યો છઠ્ઠો મેડલ

    ભારતે આ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 6 મેડલ જીત્યા છે અને બધા મેડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. ભારતે અત્યાર સુધી 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.



    આ પણ વાંચો - ભારતે પાકિસ્તાનને રગદોળ્યું, સ્મૃતિ મંધાનાએ ફટકારી અડધી સદી

    જેરેમી લાલરિનુંગા, મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો

    કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય યુવા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ ઇતિહાસ રચી દીધો છે. 19 વર્ષીય વેઈટલિફ્ટરે પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold medal) જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં 300 કિગ્રા (140+160 કિગ્રા) વજન ઉઠાવવાનો લાલરિનુંગાનો પ્રયાસ સુવર્ણ(Gold) જીતવામાં સફળ રહ્યો હતો. સ્ટાર વેઈટફિલ્ટર મીરાબાઈ ચાનુએ શનિવારે 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 109 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 197 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    બિંદિયારાની દેવીને સિલ્વર મેડલ

    બિંદિયારાની દેવીએ (Bindyarani Devi)કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games 2022) ઇતિહાસમાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો છે. 23 વર્ષની મણિપુરની આ મહિલા વેઇટલિફ્ટરે 55 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 202 કિગ્રા વજન ઉચક્યું હતું. આ પહેલા મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ (mirabai chanu) ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સંકેત મહાદેવ સરગરે (sanket mahadev sargar) સિલ્વર અને ગુરુરાજ પુજારીએ (Gururaj Pujari) બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन