CWG: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

  • Share this:
    ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ સ્થિત ગોલ્ડ કોસ્ટમાં થઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2018નો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ દિવસે ભારતે 10 ખેલમાં ભાગ લીધો છે. ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, બાસ્કેટબોલ, સાઇક્લિંગ, જિમ્નાસ્ટિક્સ, હોકી, સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ જેવી રમતમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. ગુરુવારે મીરાબાઈ ચાનૂએ પ્રથમ પ્રયાસમાં 103 કિલોગ્રામ બીજા અને ત્રીજા પ્રયાસમાં 107 અને 110 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. મણિપુરની ચાનૂએ કુલ 196 કિલો વજન ઊંચક્યું હતું.

    વેઇટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ, ટ્રક ડ્રાઇવરના પુત્રએ ખોલ્યું ખાતું


    ભારતે વેટલિફ્ટિંગનો પહેલો મેડલ મેળવી લીધો છે. 56 કિલોગ્રામ વર્ગમાં ભારતના કે.પી. ગુરૂરાજાએ સિલ્વર મેડલ જીતી લીધો છે. જો કે મહિલા હોકી ટીમ માટે પહેલી મેચ નિરાશાજનક રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ પોતાની પહેલી મેચ વેલ્સ સાથે 2-3થી હારી ગઇ છે. બીજી તરફ બેડમિંટનની મિક્સડ ટીમમાં શ્રીલંકાને 3-0થી હરાવીને જીત મેળવી લીધી છે.

    25 વર્ષના ગુરીરાજાએ પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન કરતા 249 કિલો (111 અને 138) વજન ઉંચક્યું હતું. મલેશિયાના ત્રણ વખતથી ચેમ્પિયન બનતા મોહમ્મદ ઇઝહાર અહેમદે નવો રેકોર્ડ બનાવીને 261 કિલો (117 અને 144) વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુરૂરાજા સ્નેચ પછી ત્રીજા સ્થાન પર છે. જેમણે બે પ્રયત્નોમાં 111 કિલો વજન ઉઠાવ્યું છે. ક્લીન અને જર્કમાં પહેલા બે પ્રયત્નોમાં તે નિષ્ફળ રહ્યાં પરંતુ અંતિમ પ્રયત્નમાં 138 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો છે.


    ગુરૂરાજા ભારતીય વાયુસેનાના કર્મચારી છે. તેઓ ટ્રક ડ્રાઇવરનો પુત્ર છે અને તેમને મેળવેલું આ પદક તેમની અઢળક મહેનતનું પરિણામ છે.
    Published by:Kaushal Pancholi
    First published: