CWG 2018 : મુશ્કેલમાં પડી શકે છે ભારતીય બોક્સિંગ ટીમ, 12 બોક્સરોનો ડોપ ટેસ્ટ

News18 Gujarati
Updated: April 1, 2018, 6:26 PM IST
CWG 2018 : મુશ્કેલમાં પડી શકે છે ભારતીય બોક્સિંગ ટીમ, 12 બોક્સરોનો ડોપ ટેસ્ટ

  • Share this:
કોમનવેલ્થ ગેમ્સનું કાઉન ડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને બધા દેશોની નજર પોતાના ખેલાડીઓ પર ટકી ગઈ છે. એવામાં ભારતીય ખેમામાંથી એવા સમાચાર આવી રહ્યાં છે, જેને કોમનવેલ્થ ગેમ્સ શરૂ થયાના કેટલાક દિવસ પહેલા જ ભારતીય દળની ચિંતામાં વધારો કરી દીધો છે. શનિવારે ભારતીય દળના કોઈ ખેલાડીના કમરાના કચરાપેટીમાંથી સિરિંજ મળી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર ઓસ્ટ્રેલિયન સ્પોર્ટસ એન્ટી ડોપિંગ એજન્સી અને સ્થાનિક પોલીસે ચાર સીનિયર બોક્સરોને આપેલા કમરાઓ પર છાપા માર્યા અને તેમને ત્યાંથી પ્લાસ્ટિકની બોટલમાંથી સિરિંજ મળી આવી હતી. જોકે, બોક્સરોએ આરોપોને ફગાવી દીધા છે, પરંતુ પાછળથી ટીમ ડોક્ટરે સિરિંજની ઉપયોગની વાત કબૂલ કરી લીધી હતી. જોકે, તેમે જણાવ્યું કે, સિરિંજનો ઉપયોગ કંઈ ખોટું કામ માટે કરવામાં આવ્યો નહતો

12 બોક્સરોનો થયો ડોપ ટેસ્ટ

મળી રહેલ સમાચાર અનુસાર રમત આયોજક કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે અને બોક્સરોની ટીમના 12 સભ્યોના ડોપ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 8 પુરૂષો અને 4 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ સિરિંજની તપાસ કરવામાં આવશે. જો બોક્સર્સ પર આરોપ સાબિત થાય છે તો તેમને ગંભીર પ્રતિબંધમાંથી પણ પ્રસાર થવું પડે છે. ડોપ ટેસ્ટનું પરિણામ 4 એપ્રિલે થનાર ઉદ્ધાટન સમારોહથી પહેલા જ આવી જશે.

બોક્સરો પર લાગ્યો આ પ્રતિબંધ

સૂત્રોના જણાવ્યા અનુસાર બોક્સરોએ અંડરટેકિંગ પર સિગ્નેચર કરાવવામાં આવ્યા છે કે, તેમની પાસે હવે વધારે સિરિંજ નથી. તે ઉપરાંત તેમના પર રાત્રે 10 વાગ્યા બાદ રમત વિલેજમાંથી બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગોલ્ડ કોસ્ટમાં હાજર ભારતીય દળ સાથે ગયેલ અધિકારીઓએ આ ઘટના પર મૌન સેવી લીધું છે.
First published: April 1, 2018
વધુ વાંચો
अगली ख़बर