CWG 2018: 66 મેડલ્સ સાથે ભારત ત્રીજા સ્થાને રહ્યું ભારત

News18 Gujarati
Updated: April 15, 2018, 2:11 PM IST
CWG 2018: 66 મેડલ્સ સાથે ભારત ત્રીજા સ્થાને રહ્યું ભારત
News18 Gujarati
Updated: April 15, 2018, 2:11 PM IST
21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં ત્રીજા નંબરે આવ્યાં છે. ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા છે. જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે. ઓસ્ટ્રેલિયા પાસે 80 ગોલ્ડ અને ઇંગલેન્ડમાં 44 ગોલ્ડ જીતીને ક્રમશ: પહેલા અને બીજા સ્થાન પર છે. આ પહેલા 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌથી વધારે 38 ગોલ્ડ મેડલ જીત્યા હતાં.

તો જોઇએ આ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યુ.
ભારતીય એથલીટોએ 9 રમતોમાં મેડલ મેળવ્યાં છે જેમાં શૂટિંગમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. આ પછી વેટલિફટીંગમાં પહેલીવાર 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રચ્યો છે.

1. નિશાનબાજી: 7 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રોન્ઝ, કુલ 16

2. કુસ્તી: 5 ગોલ્ડ, , 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, કુલ 12

3. વેટલિફ્ટીંગ: 5 ગોલ્ડ, , 2 સિલ્વર, 2 બ્રોન્ઝ કુલ 9

4. બોક્સિંગ: 3 ગોલ્ડ, , 3 સિલ્વર, 3 બ્રોન્ઝ, કુલ 9

5. ટેબલ ટેનિસ : 3 ગોલ્ડ, , 2 સિલ્વર, 3 બ્રોન્ઝ, કુલ 8

6. બેડમિન્ટન: 2 ગોલ્ડ, , 3 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 6

7. એથલેટિક્સ: 1 ગોલ્ડ, , 1 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 3

8. સ્કવૈશ: 0 ગોલ્ડ, , 2 સિલ્વર, 0 બ્રોન્ઝ, કુલ 2

9. પેરા પાવરલિફ્ટીંગ : 0 ગોલ્ડ, , 0 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 1

શૂટિંગ
શુટિંગમાં ભારતે સૌથી વધારે 7 ગોલ્ડ સહિત કુલ 16 મેડલ જીત્યા. અનીશ ભાનવાલા, મેહલી ઘોષ અને મનુ ભાકર જેવા યુવા નિશાનેબાજો સિવાય હીના સિદ્ધુ, જીતુ રાય અને તેજસ્વિની સાવંત જેવા અનુભવી નિશાનેબાજો પણ ભારત માટે મેડલ જીત્યા.

બેડમિંટન
બેડમિંટનમાં ભારતને કુલ 6 મેડલ મળ્યા. ભારતે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને સાથો સાથ મહિલા સિંગલમાં સાઇના નેહવાલે અને પીવી સિંધુએ ગોલ્ડ અને સિલ્વર અપાવ્યા. પુરુષ સિંગલમાં ભારતના કિદાંબી શ્રીકાંતને ફાઇનલમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મલેશિયાના લી ચોંગ વેઇથી હાર્યા.

ટેબલ ટેનિસ
ટેબલ ટેનિસમાં ભારતને કુલ 8 મેડલ મળ્યાં છે. આ સિવાય મહિલા સિંગલમાં મણિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો. પુરુષ યુગલ અને મહિલા યુગલ મુકાબલામાં ભારતને સિલ્વર મેડલ મળ્યો.



રેસલિંગ
રેસલિંગમાં ભારતે 5 ગોલ્ડ, 3 સિલ્વર, અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ જીત્યા છે. સુશીલ કુમાર, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, સુમિત જેવા પહેલવાનોએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા.

વેટલિફ્ટિંગ
ભારતીય વેટલિફ્ટરોએ કુલ 9 મેડલ જીત્યા. જેમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર, અને બે બ્રોન્ઝ મેડલ છે. મીરાબાઈ ચાનુ, સંજિતા ચાનુ, પૂનમ યાદવ, સતીશ સિવાલીંગમ, વેંકટ રાહુલે ભારતને ગોલ્ડ જીતાડ્યો.

એથલેટિક્સ
એથલેટિક્સમાં ભારતને ત્રણ મેડલ મળ્યા છે. નીરજ ચોપડાએ ભાલાફેંકમાં ભારને ગોલ્ડ મેડલ અપાવ્યો. જ્યારે સીમા પુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર અને નવદીપ ઢિલ્લોએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

હોકી
ભારતીય હોકી ટીમનું પ્રદર્શન સારૂં નથી રહ્યું. પુરુષ અને મહિલા બંને હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મુકાબલો હારી ગઇ અને ખાલી હાથ પાછા ફર્યા.
First published: April 15, 2018
વધુ વાંચો
अगली ख़बर