CWG 2018: ભારતે કરી એક ભૂલ અને પાકિસ્તાને કરાવી લીધી મેચ ડ્રો

News18 Gujarati
Updated: April 7, 2018, 4:26 PM IST
CWG 2018: ભારતે કરી એક ભૂલ અને પાકિસ્તાને કરાવી લીધી મેચ ડ્રો

  • Share this:
21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 2-2થી ડ્રો થઈ ગઈ છે. પાકિસ્તાને રમતની અંતિમ ક્ષણોમાં પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી છે. જોકે, આ મેચમાં શાનદાર રમત દર્શાવ્યા છતાં ભારતને અંતમાં એક ચૂક ભારે પડી ગઈ છે.

આ મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક રમત શરૂ કરીને પાકિસ્તાની ટીમના પોસ્ટ પર હુમલાઓ કર્યા હતા. ભારત તરફથી પહેલો ગોલ 13મી મીનિટો 18 વર્ષના દિલપ્રીત સિંહે કર્યો હતો. કોમનવેલ્થ રમતોમાં આ તેમનો પહેલો ગોળ છે. તે પછી બીજો ગોલ પેનલ્ટી કોર્નર પર હરમપ્રીત સિંહે 19મી મીનિટમાં ફટકારી દીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ ઈરફાન જૂનિયરે 38મી મીનિટમાં ગોલ ફટકાર્યો હતો. તે ઉપરાંત 60મી મીનિટમાં અલી મુબાશર પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને પાકિસ્તાનની લાજ બચાવી હતી.

પાકિસ્તાની ટીમે આ ગોલ સાથે મેચમાં વાપસી કરવાની કોશિશ કરી. ચોથા ક્વોર્ટરમાં પાકિસ્તાનની લેફ્ટ વિંગથી જોરદાર હુમલો કર્યો. જોકે, ભારતીય ટીમે તેમને એકપણ તક આપી નહી અને તેમના હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. શ્વાસો રોકી નાંખે તેવી આ મેચમાં અંતિમ મીનિટમાં પાકિસ્તાને પેનલ્ટી કોર્નર દ્વારા સ્કોરને બરાબરી પર લાવી દીધો.

મેચ ખત્મ થાય તે પહેલા ભારતીય ટીમ 2-1થી આગળ હતી, પરંતુ આ દરમિયાન જાણે ટીમને કોઈને શ્રાપ આપી દીધો! રમતના અંતિમ એટલે કે, 59 મિનિટ અને 53 સેકન્ડ એટલે કે, મેચ ખત્મ થવાથી 8 સેકેન્ડ પહેલા પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યું, પરંતુ 7માં પેનલ્ટી કોર્નરને પાકિસ્તાનના અલી મુબાશર ગોલમાં ફેરવી શક્યો નહી અને તરંત જ પાકિસ્તાનને 8મો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે અલી મુબાશર ચૂક્યા નહી અને આ શોર્ટને ગોલપોસ્ટમાં નાંખીને મેચને 2-2થી ડ્રો કરી નાંખી. આમ આ ભારતના હાથમાં આવેલી મેચ ભારતે માત્ર અને માત્ર ઓવર કોન્ફિડન્સના કારણે ગુમાવી દીધી જેને ભૂલવું ભારત અને ભારતીય ખેલાડીઓ માટે સરળ રહેશે નહી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર મેચમાં એક અલગ ઈતિહાસ રહ્યું છે. માત્ર આ મેચ જ નહી, પરંતુ દરેક મેચમાં બંને દેશોના પ્રશંસકોની ભાવનાઓનું પણ પ્રદર્શન થાય છે. આ મેચમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું.

 
First published: April 7, 2018
વધુ વાંચો
अगली ख़बर