લંડન ઓલ્મપિકની કાંસ્ય પડક વિજેતા સાયના નેહવાલે રિયો ઓલ્મપિકની રજત પદક વિજેતા પી.વી. સિધુને હરાવીને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થઇ રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં આજે મહિલા બેડમિન્ટન એકલ વર્ગમાં સુવર્ણ મેડલ જીતી લીધો છે. સાયના આની સાથે કોમનવેલ્થમાં બે સુવર્ણ પદક જીતનારી પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. જ્યારે સિધુને હારના કારણે રજત પદકથી સંતોષ માનવો પડ્યો.
વર્લ્ડ નંબર 12 સાયનાએ આ પહેલા 2010માં દિલ્હીમાં આયોજીત કોમનવેલ્થ ગેમમાં પણ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.
લંડન ઓલ્મપિકની કાંસ્ય પદક વિજેતા સાયનાએ સિધુને 56 મિનિટ સુધી ચાલેલ આ મેચમાં 21-18, 23-21થી માત આપીને બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સાયનાએ પહેલી મેચમાં સારી શરૂવાત કરીને 8-4થી આગળ હતી.
વધારે અનુભવી હોવાને કારણે સિધુને વધારે પોઇન્ટ લેવા ન દીધા. જો કે સિધુએ પણ સારી લડત આપી અને સ્કોર 18-20 કરી લીધો હતો. ગેમના અંતે 21-18 કરીને સાયનાએ ગેમ પોતાના નામે કરી લીધી હતી.
ભારતે અત્યાર સુધી 60 મેડલ જીત્યા છે. જેમાં 25 ગોલ્ડ, 16 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
બેડમિન્ટન સ્ટાર શ્રીકાંતને સિલ્વર મેડલ
ભારતના બેડમિંટન સ્ટાર કિદાંબી શ્રીકાંત કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતવામાં અસફળ રહ્યાં છે. તેમને મલિશિયાના ચોંગ વી. લી.એ શ્રીકાંતને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ચોંગે શ્રીકાંતને 21-19, 14-21 અને 14-21થી હરાવીને ગોલ્ડ જીત્યો છે. જ્યારે શ્રીકાંતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર