ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ) ગુરુવારે નવી દિલ્હીમાં મળનારી બેઠકમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનો મામલો બીસીસીઆઇના નવનિયુક્ત લોકપાલ ડીકે જૈનને સોંપશે. આ બન્ને ક્રિકેટરે ટીવી શો 'કોફી વિથ કરન'માં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
આ ચેટમાં આપત્તિજનક ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો અને બન્ને ક્રિકેટર્સને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ વધુ લંબાવતાં તેમને પાછા લઇ લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે વિવાદોના હલ માટે લોકપાલની નિયુક્તિ કરી છે. જે રાહુલ અને હાર્દિક મામલે પણ નિર્ણય કરશે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ડીકે જૈને મંગળવારે પીટીઆઇને કહ્યું કે, તે રાહ જોઇ રહ્યાં છે કે સીઓએ તેમને કોઇ મામલો સોંપે અને તેમાં પંડ્યા અને રાહુલનો મામલો પણ સામેલ છે. પંડ્યા અને રાહુલની ટિપ્પણી બાદ વિવાદ થયો હતો જેના કારણે તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી અધવચ્ચે ભારત પાછું ફરવું પડ્યું હતું.
ગુરુવારે પહેલીવાર સીઓએના નવા સભ્ય લેફ્ટિનેન્ટ જનરલ રવિ થોડગે પણ બેઠકમાં જોડાશે. ગયા મહિને તેમની નિયુક્તિ થઇ હતી અને પાછલી બેઠકમાં તેમણે ફોન દ્વારા પોતાની વાત રાખી હતી.
સીઓએની બેઠકમાં બીસીસીઆઇએ આતંકવાદને પોષતા દેશો સાથે સંબંધ પૂરા કરવા અંગે લખેલા પત્ર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના વર્તન અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. આઇસીસીએ કહ્યું હતું કે, આ પ્રકારના મુદ્દે તેમની કોઇ ભૂમિકા નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર