મિતાલી રાજે તોડ્યું મૌન, કહ્યું કોચ રમેશ પોવારે કરી અપમાનિત

News18 Gujarati
Updated: November 27, 2018, 5:46 PM IST
મિતાલી રાજે તોડ્યું મૌન, કહ્યું કોચ રમેશ પોવારે કરી અપમાનિત
મિતાલી રાજે મહિલા ટીમના કોચ રમેશ પોવાર ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા

મિતાલી રાજે મહિલા ટીમના કોચ રમેશ પોવાર ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ ટી-20 ની ફાઇનલમાં મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં તક નહીં આપવાનો મામલો હવે ગંભીર બની રહ્યો છે. મિતાલી રાજે મહિલા ટીમના કોચ રમેશ પોવાર ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા છે અને દાવો કર્યો હતો કે કોચ રમેશ પોવારે તેનું અપમાન કર્યું હતું.

મિતાલી રાજે બીસીસીઆઈને એક પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે, 'મારો હરમનપ્રીત કૌર સાથે કોઈ વાદવિવાદ નથી પરંતુ તે કોચ રમેશ પોવારના નિર્ણય સાથે હતી. રમેશ પોવારે મને પ્લેઇંગ ઇલેવનમાંથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો અને હરમનપ્રીતે તેમના આ નિર્ણયનું સમર્થન કર્યું હતુ. હું દેશને વિશ્વકપ અપાવવા માંગતી હતી એટલે મને આ બાબતનું ઘણું દુઃખ થયું છે. અમારા હાથમાંથી એક સુવર્ણ તક ચાલી ગઈ'

આ પણ વાંચો - મહિલા વર્લ્ડ ટી-20: સુકાની હરમનપ્રીતનો દાવ પડ્યો ઉલટો, આ ભૂલ પડી ભારે

મિતાલીએ પોવાર સામે આરોપ લગાતવા કહ્યું હતું કે જો હું ક્યાં આસપાસ બેઠી હોય તો તે નિકળી જતા હતા અથવા બીજાને નેટ પર બેટિંગ કરતા જોતા હતા પણ હું બેટિંગ કરું તો રોકાતા ન હતા. હું તેમની સાથે વાત કરવા જતી હતી ત્યારે તે ફોન જોવા લાગતા હતા કે ચાલ્યા જતા હતા. આ ઘણું અપમાનજનક હતું અને બધાને દેખાતું હતું કે મને અપમાનિત કરવામાં આવી રહી છે. આમ છતા મેં પોતાનો પર કંટ્રોલ રાખ્યો હતો.

મિતાલીએ બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ સંચાલન મહાપ્રબંધક સબા કરીમને લખેલા પત્રમાં કહ્યું હતું કે મારી 20 વર્ષની લાંબી કારકિર્દીમાં પ્રથમ વખત મને અપમાનજનક લાગ્યું હતું. હું એ વિચારવા પર મજબૂર હતી કે દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે છે કે નહીં. તે મારો આત્મવિશ્વાસ ખતમ કરવા માંગતા હતા.

મિતાલી રાજે સીઓએ સભ્ય ડિયાના ઈદુલજી ઉપર પણ ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. મિતાલીએ લખ્યું છે કે તે આવું લખીને મોટું જોખમ ખેડી રહી છે, પરંતુ ડિયાના ઈદુલજી સીઓએની સભ્ય છે અને હું માત્ર એક ખેલાડી ! મેં સેમિ ફાઇનલ પહેલા સતત બે અડધી સદી લગાવી હતી એટલું જ નહીં મને 'પ્લેયર ઓફ ધ મેચ' મળ્યો હતો આમ છતાં મને સેમિફાઈનલથી બહાર રાખવામાં આવી હતી.'ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલની મેચ ઈંગ્લેન્ડ સામે હારી જતા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું અને આ ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાએ ચેમ્પિયન બન્યું હતું.
First published: November 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading