સચિન, ગાંગુલી અને લક્ષ્મણ વિનોદ રાયના આદેશને નહીં માને!

News18 Gujarati
Updated: December 7, 2018, 4:34 PM IST
સચિન, ગાંગુલી અને લક્ષ્મણ વિનોદ રાયના આદેશને નહીં માને!
સચિન, ગાંગુલી અને લક્ષ્મણ વિનોદ રાયના આદેશને નહીં માને!

બીસીસીઆઈએ મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે નવા આવેદન મંગાવ્યા છે પણ કોચની પસંદગી કોણ કરશે તેની લઈને સવાલ ઉભો થયો છે

  • Share this:
મહિલા ક્રિકેટમાં આવેલા તોફાન પછી કોચ રમેશ પોવારની છુટ્ટી કરી દેવામાં આવી છે. આ વિવાદ તો આ સાથે જ ખતમ થઈ ગયો છે પણ બોર્ડની અંદર જોવા મળી રહેલી રાજનીતિક હલચલ હજુ શાંત થતી જોવા મળી રહી નથી. બીસીસીઆઈએ મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે નવા આવેદન મંગાવ્યા છે પણ કોચની પસંદગી કોણ કરશે તેની લઈને સવાલ ઉભો થયો છે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના હેડ વિનોદ રાયે ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ના સભ્યો સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને લક્ષ્મણને ઇ-મેઈલ કરી મહિલા ટીમના કોચની પસંદગી માટે હાજર રહેવા વિશે જાણકારી આપવા કહ્યું છે. રાયે પોતાના ઇ-મેઇલમાં સ્પષ્ટ કર્યું છે કે બોર્ડમાં નવા નિયમ અસ્તિત્વમાં આવ્યા સુધી, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કોચની પસંદગી સીએસીના સભ્ય જ કરશે. વિનોદ રાયે આ પૂર્વ ક્રિકેટર્સને 7 ડિસેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે જેથી 20 ડિસેમ્બરે નવા કોચની પસંદગી કરી શકાય.

આ પણ વાંચો - એડિલેડ ટેસ્ટની વચ્ચે સચિને મોકલ્યો મેસેજ: આ ભૂલ બિલકુલ ન કરતાં

માનવામાં આવે છે કે સીએસીના સભ્યો વિનોદ રાયની આ વાતને માનવાની ના પાડી શકે છે. એક કારણ તો એવું છે કે આ સભ્યો પાસે હાલ સમય નથી. સાથે તેમનું કહેવું છે કે તેમને મહિલા ક્રિકેટ ટીમના મામલામાં વધારે જાણકારી નથી.

હવે જોવું રહ્યું કે શું વિનોદ રાય નવી સીએસીની રચના કરશે. આ માટે કપિલ દેવ અને અંશુમાન ગાયકવાડ જેવા પૂર્વ ક્રિકેટરોના નામે ચર્ચામાં ચાલી રહ્યા છે.
First published: December 7, 2018, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading