હરિયાણા સરકારને નથી જોઈતો ખેલાડીઓની આવકમાં ભાગ, ખટ્ટરે નિર્ણય પર મૂક્યો પ્રતિબંધ

News18 Gujarati
Updated: June 8, 2018, 8:30 PM IST
હરિયાણા સરકારને નથી જોઈતો ખેલાડીઓની આવકમાં ભાગ, ખટ્ટરે નિર્ણય પર મૂક્યો પ્રતિબંધ

  • Share this:
હરિયાણા ખેલાડીઓની કમાણીમાં ભાગ માંગવાના નિર્ણય પર મુંખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્યમંત્રીએ આની જાણકારી ટ્વિટ કરીને આપી છે. ટ્વિટમાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે, આ બાબતે 30 એપ્રિલે રજૂ કરેલ પરિપત્રની ફાઈલો મે મંગાવી છે અને હાલમાં આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો છો.

તેમને આગળ લખ્યું છે કે, તેમને હરિયાણાના ખેલાડીઓ પર ગર્વ છે અને હું તેમને પ્રભાવિત કરનાર બધા જ મુદ્દાઓ પર વિચાર કરવાનો આશ્વસન આપું છું.

આ પણ વાંચો...

હરિયાણા સરકારે ખેલાડીઓની કમાણીમાંથી માંગ્યો ભાગ, બોક્સર યોગેશ્વરે વ્યક્ત કરી નારાજગી

જ્યારે આ બાબતે અશોક ખેમકાએ કહ્યું કે, ખેલાડીઓની મહેનતને જોઈને સરકારે નોકરી આપી, એવામાં રમતોને પ્રોત્સાહન આપવા માટે આ ખેલાડીઓને કમાણીનો 33 ટકા ભાગ આપવાથી ઈન્કાર કરવો જોઈએ નહી.

આ નિર્ણય પર બોક્સર યોગેશ્વર દત્તે ટ્વિટ કરીને અશોક ખેમકા પર નિશાન સાધ્યો હતો. પોતાના પહેલા ટ્વિટમાં યોગેશ્વરે લખ્યું છે કે, આવા અધિકારીઓથી રામ બચાવે, જ્યારથી રમત વિભાગમાં આવ્યા છીએ ત્યારથી હાથ-પગ વગરના રાજાશાહી આદેશ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હરિયાણાના રમત વિકાસમાં તમારૂ યોગદાન શૂન્ય છે. જોકે, મારો દાવો છે કે, આના પતનમાં તમે સો ટકા સફળ થઈ રહ્યાં છો. હવે હરિયાણાના નવા ખેલાડીઓ બહાર પલાયન કરશે અને આના જવાબદાર તમે હશો. 
First published: June 8, 2018
વધુ વાંચો
अगली ख़बर