આઈપીએલ નિલામીના પહેલા દિવસે નામી ક્રિકેટર અનસોલ્ડ રહી ગયા હતા. આ લિસ્ટમાં ટી-20ના બાદશાહ ક્રિસ ગેલનું નામ પણ સામેલ હતું. 2 કરોડ બેસ પ્રાઈસ સાથે ગેલને પહેલા દિવસે કોઈ ખરીદદાર મળ્યું નહતું. નીલામીના બીજા દિવસે પણ પહેલી વખતે તેમને કોઈ ખરીદવા માટે તૈયાર થયું નહતું.
ગેલનું નામ નીલામીના અંતમાં એકવાર ફરીથી એનાઉન્સ કરવામાં આવ્યું. અંતે ત્રીજી વખત કિગ્સ ઈલેવને આ તકનો ફાયદો ઉઠાવ્યો અને ગેલને પોતાની ટીમમાં એન્ટ્રી કરાવી લીધી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિસ ગેલને ખરીદ્યા બાદ ફેન્સને ખુબ જ રાહત મળી હતી. એક સમય એવો હતો કે, જેમાં એવું લાગી રહ્યું હતું કે, આ વખતે આઈપીએલ ગેલ વગર ફિકી રહી જશે.
બીજી બાજુ, કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ઓફિશિયલ ઈન્ટાગ્રામ એકાઉન્ટથી ગેલની તસવીર શેર કરી છે. જેમાં તેઓ પગડી પહેરીને સુતો નજરે પડી રહ્યો છે. સાથે જ લખ્યું છે કે, પંજાબ આવવા માટે પહેલાથી તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર