સ્કોટલેન્ડમાં કેપ્ટન કાઇલી (Scotland Cricket Captains) કોએત્ઝરે રવિવારે ક્રિસ ગ્રીવ્સની (Chris Greaves ) તેમના બલિદાન માટે ખૂબ સરાહના કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, t-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ (Scotland VS Bangladesh) સાથે ટીમની જીતમાં સામેલ થયા પહેલાં તે અમેઝોન માટે પાર્સલ ડિલિવર કરતો (Amazon Parcel Delivery Driver To scotland Cricketer) હતો. મસ્કતમાં પહેલા રાઉન્ડની મેચમાં 31 વર્ષિય ગ્રીવ્સે 28 બોલમાં 45 રન ફટકારીને સ્કોટલેન્ડને 53-6થી 140-9 સુધી પહોંચાડ્યું હતું.
ત્યાર બાદ તેણે પોતાના લેગ સ્પિન સાથે શાકિબ અલ હસન અને મુશફિકુર રહીમની બે મુખ્ય વિકેટ્સ લીધી. વિશ્વમાં છઠ્ઠા નંબરે બાંગ્લાદેશે માત્ર 134/9 રન જ કર્યા હતા. કોએત્ઝરે જણાવ્યું કે, આ તેના માટે એક ખાસ દિવસ હતો. પરંતુ આ અમારા માટે કોઇ નવી કે આશ્ચર્યની વાત નહોતી, કારણ કે અમે જાણતા હતા કે તેની પાસે આવું કરવાની ક્ષમતા રહેલી છે.
થોડા સમય પહેલા અમેઝોન માટે પાર્સલ ડિલિવર કરતો હતો
તેણે કહ્યું, “ખરેખર ગ્રીવ્સ પર અમને ગર્વ છે, તેને ઘણા ત્યાગ કરવા પડ્યા હતા. તે થોડા સમય પહેલા અમેઝોન માટે પાર્સલ ડિલિવર કરતો હતો અને આજે તેને મેન ઓફ ધ મેચનું સન્માન મળી રહ્યું છે અને તે બાંગ્લાદેશ સામે રમી રહ્યો છે.”ગ્રીવ્સે પોતાની બીજી આંતરરાષ્ટ્રીય મેચની ભરપાઇ કરતા બાંગ્લાદેશ દ્વારા પહેલા ફિલ્ડિંગ પસંદ કરતા સામેની ટીમને હરાવવા માટે 22 રન ફટકારનારા માર્ક વોટ સાથે સાતમી વિકેટની મહત્વની 51 રનની ભાગીદારી કરી હતી. ફાસ્ટ બોલર બ્રેડ વ્હિલે પોતાની 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી 24 રન આપ્યા હતા. સ્કોટલેન્ડ પોતાના પ્રયાસો સતત જાળવી ટી 20 વર્લ્ડ કપમાં ચોથા ક્રમમાં રહ્યું.
એક્સપોઝર ખરેખર અમારા અને કોઇપણ સહયોગી ટીમ માટે મહત્વનું
કોએત્ઝરે જણાવ્યું કે, એક્સપોઝર ખરેખર અમારા અને કોઇપણ સહયોગી ટીમ માટે મહત્વનું છે. સ્કોટલેન્ડ, નેપાળ કે મલેશિયા જેવા પક્ષ જ્યારે તેઓ સારું પ્રદર્શન કરે છે અને સારી રમત રમે છે કે ક્રિકેટ મેચ જીતે તો તે બાબતો તેમના દેશમાં ક્રિકેટને ચાલવા માટે સહયોગ પૂરો પાડે છે. યુવાનોની ઇચ્છા હોય છે કે તેઓ આ રમત રમવાનો પ્રયાસ કરે અને જ્યારે અવસરો પૂરા થઇ જાય છે, ત્યારે દેશમાં ક્રિકેટને આગળ ધપાવવો ખૂબ મુશ્કેલ બને છે.
બીમાંથી ટોપ બે ટીમો વિશ્વ કપના સુપર 12 સ્ટેજ તરફ આગળ વધશે
ગ્રુપ બીમાંથી ટોપ બે ટીમો વિશ્વ કપના સુપર 12 સ્ટેજ તરફ આગળ વધશે. સ્કોટલેન્ડ ટેબલ ટોપર્સ ઓમાનથી પાછળ છે, જેણે પહેલા જ દિવસે ટૂર્નામેન્ટના પહેલા મેચમાં પાપુઆ ન્યૂ ગિનીને 10 વિકેટથી હાર આપી હતી. કોએત્ઝરે જણાવ્યું કે, અમે નિશ્ચિત રૂપે એક દ્રશ્ય બનાવવા ઇચ્છીએ છીએ અને આવું કરવા માટે અમારી પાસે આ જ અવસર છે અને મંચ છે. આ જીતે અમારા ખેલાડીઓ વચ્ચે તાકાત અને ઉંડાણ અને અમારી પાસે જે વિશ્વાસ છે, જે દર્શાવ્યો છે. આ ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર