VIDEO : સ્ટેજ પર ક્રિસ ગેલની ધમાલ, બોલ્યો... જુમ્મા ચુમ્મા દે દે...

News18 Gujarati
Updated: May 29, 2018, 7:32 PM IST
VIDEO : સ્ટેજ પર ક્રિસ ગેલની ધમાલ, બોલ્યો... જુમ્મા ચુમ્મા દે દે...

  • Share this:
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ક્રિસ ગેલ પોતાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબને ભલે પ્લેઓફમાં પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ ટૂર્નામેન્ટમાં શતક ફટકારીને સાબિત કરી દીધું કે, તે હાલ પણ ચેમ્પિયન બેટ્સમેન છે. આમ તો ક્રિસ ગેલ મેદાનથી બહાર પણ ચેમ્પિયન છે અને પોતાની મસ્તમૌલા અંદાજથી પણ તેઓ બધાનું દિલ જીતી લે છે.



મુંબઈમાં થયેલ CEAT એવોર્ડમાં પણ ગેલે મસ્તીનો ડબલ ડોઝ આપ્યો. ગેલે સ્ટેજ પર ડાંસ કરીને બધાને પોતાના મુરીદ કરી લીધો. ક્રિસ ગેલે બોલિવૂડ સોંગ જુમ્મા-ચુમ્મા દે દે.. સોંગ પર ઘણી બધી મોજ મસ્તી કરી. સોશિયલ મીડિયા પર ગેલનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત તે છે કે, ક્રિસ ગેલ આ કાર્યક્રમમાં સરકાર બનીને પહોંચ્યો હતો. તેને સફેદ પગડી પહેરી હતી.


ક્રિસ ગેલે શિખર ધવન અને રોહિત શર્મા સાથે પણ સ્ટેજ પર મસ્તી કરી. ધવને સ્ટેજ પર જટ્ટ જી સેલિબ્રેશન કર્યો. ત્યાર બાદ ક્રિસ ગેલે ધવનના સેલિબ્રેશનની નકલ કરી હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વર્ષ 2017-18 માટે વર્ષ સિએટ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પહેલા પણ વિરાટ કોહલી બે વખત 'ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર' બની ચૂક્યો છે. કોહલીને આ પહેલા 2011-12 અને 2013-14માં પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ભારતીય ઓપનિર બેટ્સમેન શિખર ધવનની વર્ષના આંતરાષ્ટ્રીય બેટ્સમેન જ્યારે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટની વર્ષનો આંતરાષ્ટ્રીય બોલર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પોતાના જમાનામાં ફેમસ વિકેટકિપર બેટ્સમેન ફારૂખ એન્જિયનિયરને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published: May 29, 2018
વધુ વાંચો
अगली ख़बर