Home /News /sport /T20 World cup: નિવૃતીની અટકળો વચ્ચે ક્રીસ ગેલના ટ્વીટથી રહસ્ય ઘેરાયું, શું હજુ રમશે સિક્સર કિંગ?

T20 World cup: નિવૃતીની અટકળો વચ્ચે ક્રીસ ગેલના ટ્વીટથી રહસ્ય ઘેરાયું, શું હજુ રમશે સિક્સર કિંગ?

Most IPL Centuries સૌથી વધુ સદી : આઈપીએલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે અત્યારસુધીમાં આઈપીએલમાં 6 સદી મારી છે. જ્યારે કે ત્યારબાદ વિરાટ કોહલીએ પાંચ સદી મારી છે. ડેવિડ વોર્નરે ચાર સદી મારી છે.

Chris Gayle Retirement : આઈસીસીમાં મેચ પછી ફેસબુકના લાઈવ સેશનમાં ગેલે કહ્યું હતું કે, હું વધુ એક વર્લ્ડકપ રમવાનું પસંદ કરીશ, પણ મને નથી લીગતું કે મને આવું કરવા દેવામાં આવશે.

  વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)એ આઈસીસી ટી20 (ICC T20) દરમ્યાન ક્રિકેટથી નિવૃત્ત (Retirement) થવાનો સંકેત આપ્યો હતો, પણ હવે તેમના તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનું બંધ નહી કરે. ક્રિસ ગેલે ટ્વીટ મારફતે આ વાતની જાણ કરી છે. આ મહિનાની શરૂઆતમાં લાંબા સમયથી ગેલના ટીમમેટ રહી ચૂકેલા બ્રાવો (Dwayne Bravo) દ્વારા ક્રિસ ગેલને વેસ્ટ ઈન્ડિઝ આઈસીસી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) દરમિયાન ગાર્ડ ઓફ ઓનર (guard of honour) આપવામાં આવ્યું હતું.

  હું નથી જઈ રહ્યોઃ ક્રિસ ગેલ  : વેસ્ટ ઈન્ડિઝના સિનીયર ખેલાડી ગેલ બ્રેવો સાથે જ ક્રિકેટથી નિવૃત્તિ લેશે તેવી અટકળો સામે આવી હતી, પણ ગેલે પોતાના હોમટાઉન જમૈકામાં ઘરઆંગણે લોકોની સામે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

  તાજેતરમાં જ 42 વર્ષીય આ ખેલાડીએ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરતા કહ્યું હતું, હું નથી જઈ રહ્યો... (I Ain’t Leaving….) આનો અર્થ એમ કાઢી શકાય કે, વિન્ડિઝના આ ઓપનિંગ બેટ્સમેન ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup in Australia)માં પણ ભાગ લઈ શકે છે. હાલમાં જ સમાપ્ત થયેલી આઈસીસી ઈવેન્ટમાં ગેલે 5 ઈનિંગ્સમાં માત્ર 45 રન બનાવ્યા હતા. જે ક્રિસ ગેલ રંગમાં અને તેમના ફોર્મમાં ન હોવાનો સંકેત મળ્યો હતો.  હું વધુ એક વર્લ્ડ કપ રમવાનું પસંદ કરીશઃ ક્રિસ ગેલ

  ગેલ જ્યારે પોતાના અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓપનિંગ કરવા ઉતર્યા ત્યારે તેમના ટીમમેટ દ્વારા તેમની સરાહના કરવામાં આવી હતી, આ સાથે જ જ્યારે તે આઉટ થયા તો ગેલ દ્વારા મેદાનને પણ સલામ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો :  cricket: વામિકા-ઝીવા-અનાઝીયા, અગતસ્ય, જાણો ભારતના ક્રિકેટરોના બાળકોનાં નામોનો અર્થ શું થાય

  આઈસીસીમાં મેચ પછી ફેસબુકના લાઈવ સેશનમાં ગેલે કહ્યું હતું કે, હું વધુ એક વર્લ્ડકપ રમવાનું પસંદ કરીશ, પણ મને નથી લીગતું કે મને આવું કરવા દેવામાં આવશે. આ અદ્ભૂત કરીયર રહ્યું છે. મેં નિવૃત્તિ અંગે કોઈ જાહેરાત કરી નથી જો કે હવે મને જમૈકામાં મારા હેમ ક્રાઉડ સામે રમવા માટે એક મેચ આપવામાં આવી છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

  હું બેકએન્ડમાં ડીજે બ્રાવો સાથે જોડાઈશ

  વધુમાં તે જણાવે છે કે, હું થોડા સમયમાં તેની જાહેરાત કરીશ, તો હું બેકએન્ડમાં ડીજે બ્રાવો સાથે જોડાઈશ અને દરેકનો આભાર વ્યક્ત કરીશ. જો કે, હાલમાં હું તેવું કરવાની કોઈ ઈચ્છા નથી ધરાવતો.

    આ પણ વાંચો : Rahul Dravid: ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ આ રીતે દઈ બેઠા વિજેતાને પોતાનું દિલ, જાણો તેમની પ્રેમ કહાની

  ગેલે અત્યાર સુધી 483 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. તે ક્રિકેટમાં 20 વર્ષથી પણ વધુ સમયથી પોતાનું નામ જાળવે છે. 2019 વર્લ્ડ કપ પછીની ભારતીય સીરિઝ પછી તે વન ડે ક્રિકેટ રમ્યા નથી.  2012 અને 2016માં ડેરન સેમ્મીના આગેવાનીમાં ગેલે બે ટી 20 વર્લ્ડ કપ જીત્યા છે. આગામી સમયમાં ટી 10 લીગમાં અબુધાબી તરફથી રમતા જોવા મળશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Chris gayle, West indies, ગુજરાતી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन