Home /News /sport /VIDEO: ક્રિસ ગેલે પકડ્યો અવિશ્વસનિય કેચ, કહ્યું- કપડા ખરાબ કરવા મને પસંદ નથી

VIDEO: ક્રિસ ગેલે પકડ્યો અવિશ્વસનિય કેચ, કહ્યું- કપડા ખરાબ કરવા મને પસંદ નથી

    રનોનો વરસાદ કરવા માટે વેસ્ટ ઈન્ડિઝના ધાકડ ખેલાડી ક્રિસ ગેલ ખુબ જ ફેમસ છે. તે કોઈના કોઈ કારણે ચર્ચમાં રહેતો હોય છે. એકવાર ફરીથી ક્રિસ ગેલ સમાચારોમાં ચમકી રહ્યો છે. આ વખતે સમાચારોમાં ચમકવાનું કારણ તેના દ્વારા પકડવામાં આવલ કેચ છે. જી હા, ક્રિસ ગેલે ગ્લોબલ ટી-20 કેનેડા ટૂર્નામેન્ટમાં રવિવારે એક એવો કેચ પકડ્યો, જેને જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.

    આ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલે વૈંકૂવર નાઈટ્સ તરફથી રમી. 15 જૂલાઈ (રવિવાર)ને વૈંકૂવર અને વેસ્ટ ઈન્ડિઝ બી વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં ગેલની ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝ બીની બેટિંગ દરમિયાન સ્લિપમાં ઉભો હતો. 14મી ઓવરની અંતિમ બોલ રમવા માટે કેએમ હોઝ સ્ટ્રાઈક પર હતો. વૈકૂવરના ફવાદ અહેમદે બોલ નાંખ્યો, જેમાં હોઝે શોર્ટ મારવાની કોશિશ કરી પરંતુ સફળ થયો નહી પરંતુ બોલ બેટની ધાર લઈને સ્લિપમાં ઉભેલ ગેલ તરફ ચાલી ગઈ. ગેલે પણ સ્ફૂર્તિ બતાવતા બોલને પકડવાની કોશિશ કરી, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી ગયો. બોલ હવામાં જ હતો અને ગેલે જમીન પર પડતા પહેલા તેમને ઉંધા હાથે બોલને પકડીને અવિશ્વનિય કેચ પોતાના ખાતામાં નોંધાવી લીધો હતો. હોઝને 14 રન બનાવીને પેવેલિયન પાછું ફરવું પડ્યું હતું.

    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Chris gayle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन