Home /News /sport /RR vs PBKS: ક્રિસ ગેલએ રચ્યો ઈતિહાસ, IPLમાં 350 સિક્સર મારનાર પ્રથમ બેસ્ટમેન

RR vs PBKS: ક્રિસ ગેલએ રચ્યો ઈતિહાસ, IPLમાં 350 સિક્સર મારનાર પ્રથમ બેસ્ટમેન

નવી દિલ્હી: પંજાબ કિગ્સ (Punjab Kungs)ના બેસ્ટમેન ક્રિસ ગેલ (chris Gayle)એ આઇપીએલ 2021(IPL 2021)ની પહેલી મેચમાં જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ગેઈલ આઇપીએલમાં 350 સિક્સ મારનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેણે મુંબઇના વાનખેડા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની સામે રમાયેલી મેચમાં આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગેલએ પંજાબની ઈનિંગની આઠમી ઓવરના ત્રીજા બોલ પર મીડ વિકેટ પર સિક્સર લગાવીને આ રેકોર્ડ બનાવી દીધો છે. પછીની ઓવરમાં પણ રાહુલ તેવટિયાની ઓવરમાં પણ તેણે સિક્સર ફટકારી હતી. મહત્વનું છે કે, 10મી ઓવરમાં ગેલ રિયાન પરાગના બોલ પર આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 40 રન બનાવ્યા હતા.

ગેલ બાદ લીંગમાં સૌથી વધારે સિક્સર રોયલ ચેલેન્જર્સ બેંગલોરના એ.બી ડિવિલિયર્સના નામે છે. તેણે 170 મેચમાં 237 સિક્સ મારી છે. જ્યારે લિસ્ટમાં ત્રીજા સ્થાન પર ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન એમ.એસ ધોની છે જેણે 216 સિક્સ ફટકારી છે. તેણે 205 મેચમાં આટલી સિક્સર ફટકારી છે. ત્યાર બાદ રોહિત શર્મા (214) અને વિરાટ કોહલી (201) સિક્સ ફટકારી ચોથા અને પાંચમાં સ્થાન પર છે. આ મેચમાં મયંક અગ્રવાલની વહેલા આઉટ થયા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ગેઈલે પંજાબ માટે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. તેણે કેપ્ટન કેએલ રાહુલ સાથે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 50 બોલમાં 91 રન બનાવ્યા હતા. રાહુલની ઇનિંગના આધારે પંજાબે પહેલા બેટિંગ કરતા મેચમાં 6 વિકેટે 221 રન બનાવ્યા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 217 રન બનાવી શકી હતી.

ગેલે તેની હાલની ટીમ પંજાબ માટે અત્યાર સુધીમાં 86 સિક્સર ફટકારી છે. તે સાત વર્ષથી આરસીબી માટે પણ રમ્યો છે. આવી સ્થિતિમાં તેણે આ ટીમ માટે મહત્તમ સિક્સર ફટકારી છે. ગેલે 2011 માં 44, 2012 માં 59, 2013 માં 51 છગ્ગા ફટકાર્યા હતા. પછીના ચાર વર્ષોમાં તેણે 89 સિક્સર ફટકારી હતી. જે તેના કદ પ્રમાણે ઓછી હતી. ગેલ અત્યાર સુધીમાં આઇપીએલની 133 મેચોમાં 150 થી વધુના સ્ટ્રાઈક રેટથી 4812 રન બનાવી ચૂક્યો છે. તેણે લીગમાં પણ વધુમાં વધુ 6 સદી ફટકારી છે. તેણે 31 અડધી સદી પણ ફટકારી છે.
First published:

Tags: Chris gayle, Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन