રાજકોટનો ગાઈડ બન્યો પૂજારા, રાજકોટની આ ત્રણ વસ્તુને ગણાવી ખાસ

News18 Gujarati
Updated: October 9, 2018, 7:29 PM IST
રાજકોટનો ગાઈડ બન્યો પૂજારા, રાજકોટની આ ત્રણ વસ્તુને ગણાવી ખાસ
બીસીસીઆઈએ ગાઈડ બનેલા પૂજારાનો આ વીડિયો પોતાની વેબસાઇટ ઉપર શેર કર્યો

પૂજારા વીડિયોમાં કહી રહ્યો છે કે જો ક્યારેય રાજકોટ આવવાનું થાય તો આ શહેરમાં ત્રણ ખાસ વસ્તુનો અનુભવ જરૂર કરજો. જો આ ત્રણ વસ્તુનો અનુભવ નથી કર્યો તો પોતાની રાજકોટ યાત્રા અધુરી રહેલી જ સમજજો

  • Share this:
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ ત્રણ દિવસમાં જ ઇનિંગ્સ અને 272 રનથી જીતી લીધી હતી. ટેસ્ટ પછી રાજકોટનો લોકલ બોય ચેતેશ્વર પૂજારા એક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. રાજકોટના મેદાનમાં માઇક પકડીને પૂજારા પ્રશંસકો માટે લોકલ ગાઈડ બન્યો હતો. પૂજારાએ રાજકોટની ત્રણ ખાસ વસ્તુને ખાસ ગણાવી હતી. બીસીસીઆઈએ ગાઈડ બનેલા પૂજારાનો આ વીડિયો પોતાની વેબસાઇટ ઉપર શેર કર્યો છે.

પૂજારા વીડિયોમાં કહી રહ્યો છે કે જો ક્યારેય રાજકોટ આવવાનું થાય તો આ શહેરમાં ત્રણ ખાસ વસ્તુનો અનુભવ જરૂર કરજો. જો આ ત્રણ વસ્તુનો અનુભવ નથી કર્યો તો પોતાની રાજકોટ યાત્રા અધુરી રહેલી જ સમજજો.

1 મિનિટ 48 સેકન્ડના આ વીડિયોમાં પૂજારા કહે છે કે તેના શહેરમાં સૌથી ખાસ બાપૂ (મહાત્મા ગાંધી) છે. આ સિવાય અહીંના ગરબા અને ગુજરાતી ભોજન સૌથી ખાસ છે.
ગાઈડ પૂજારા જણાવે છે કે મારી નજરમાં સૌથી ખાસ ત્રણ વસ્તુમાં સૌથી પહેલા તમે ગુજરાતી થાળીનો અનુભવ કરો. આ થાળીમાં તને અલગ-અલગ ગુજરાતી વ્યંજન મળશે, જેમાં બાજરીનો રોટલો, ખીચડી-કઢી સૌથી ખાસ છે. તેને જરૂર ટ્રાય કરજો. આ પછી નવરાત્રિના સમયે અહીનો ગરબા ફેસ્ટિવલ પણ સૌથી ખાસ છે. પૂજારા હસતા-હસતા કહે છે કે ભલે મને ગરબા નથી આવડતા પણ હું શીખી રહ્યો છું અને તમે પણ ટ્રાય કરજો.

આ પછી શહેરની અલ્ફ્રડ હાઇસ્કુલ જરૂર જજો. જ્યાંથી મહાત્મા ગાંધીએ પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. અહીં આવીને તમે ગાંધીજી સાથે જોડાયેલ ઐતિહાસિક ક્ષણોનો અનુભવ કરી શકો છો
First published: October 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading