હોસ્પિટલમાં કોરોનો સામે જંગ લડી રહ્યો છે પ્રશંસક, અચાનક આવ્યો પૂજારાનો ફોન અને પછી...

News18 Gujarati
Updated: May 19, 2020, 3:20 PM IST
હોસ્પિટલમાં કોરોનો સામે જંગ લડી રહ્યો છે પ્રશંસક, અચાનક આવ્યો પૂજારાનો ફોન અને પછી...
હોસ્પિટલમાં કોરોનો સામે જંગ લડી રહ્યો છે પ્રશંસક, અચાનક આવ્યો પૂજારાનો ફોન અને પછી...

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પોતાના સૌથી મોટા પ્રશંસકની જે રીતે મદદ કરી છે. તેના માટે બધા તેની પ્રશંસા કરી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)જેવી ખતરનાક મહામારી સામે આખી દુનિયા જંગ લડી રહી છે. આ મહામારીના કારણે મોટાભાગના દેશમાં લૉકડાઉન છે . જે સ્વસ્થ છે તે ઘરમાં કેદ છે અને જે આ મહામારીની ચપેટમાં છે તે હોસ્પિટલમાં જંગ લડી રહ્યા છે. દેશમાં પણ કેસ વધી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના સ્તર પર મદદ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ (Cheteshwar Pujara)પોતાના સૌથી મોટા પ્રશંસકની જે રીતે મદદ કરી છે. તેના માટે બધા તેની પ્રશંસા કરી રહ્યા છે.

પૂજારાનો સૌથી મોટો પ્રશંસક અમદાવાદની હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે. પહેલા આ પ્રશંસક સ્ટેડિયમમાં આવીને પૂજારાનો ઉત્સાહ વધારતો હતો, હવે પૂજારા આ ખતરનાક મહામારી સામે લડવા માટે પોતાના પ્રશંસકની હિંમત વધારી રહ્યો છે. તેણે પોતાના પ્રશંસકને વીડિયો કોલ કરીને તેની સાથે વાત કરી હતી.

આ પણ વાંચો - વિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ માંગવામાં આવ્યા હતા પૈસા

પૂજારાએ વીડિયો કોલનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પૂજારાએ આ સાથે લખ્યું છે કે હાર્દિક ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. મેં અમદાવાદના પોતાના પ્રશંસક સાથે વાત કરી છે. જે કોવિડ 19થી લડી રહ્યો છે. હું પ્રાર્થના કરું છું કે હાર્દિક જલ્દીથી સ્વસ્થ થઈ જાય.

ચેતેશ્વર પૂજારા આ મહામારી સામે લડવામાં દરેક પ્રકારની મદદ કરી રહ્યો છે. આ પહેલા તેણે પીએમ કેયર્સ અને ગુજરાત રિલીફ ફંડમાં દાન પણ આપ્યું હતું. તેણે સ્વાસ્થ્ય કર્મી અને તે યોદ્ધોઓનો પણ આભાર માન્યો હતો જે સૌથી આગળ રહીને આ વાયરસ સામે જંગ લડી રહ્યા છે. કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી ક્રિકેટ પૂરી રીતે ઠપ છે. પૂજારા છેલ્લે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી ફાઇનલ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો.
First published: May 19, 2020, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading