IPLથી દૂર ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાનું કારનામું, કાઉન્ટી ક્રિકેટમાં વરસાવ્યા રન

News18 Gujarati
Updated: May 19, 2018, 10:41 AM IST
IPLથી દૂર ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાનું કારનામું, કાઉન્ટી ક્રિકેટમાં વરસાવ્યા રન

  • Share this:
ચેતેશ્વર પુજારાએ 82 રનની ઈનિંગ રમીને ફોર્મામાં વાપસી કરી કરી જ્યારે ટામ કોહલર-કેડમોરના શાનદાર શતકથી યાર્કશરે વનડે કપ મેચમાં ડરહમ વિરૂદ્ધ 328 રનનો વિશાળ સ્કોર ખડકી નાંખ્યો હતો. પુજારાએ 92 બોલમાં પાંચ ફોરની મદદથી 82 રન બનાવીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી.

કોહલર-કૈડમોરે માત્ર 151 બોલમાં 15 ફોર અને સાત સિક્સ સાથે 164 રનની શાનદાર ઈનિંગ રમી જેના કારણે યાર્કશરનો સ્કોર એક નવી ઉંચાઈ પહોંચી ગયો હતો. એડમ લિથે 30 જ્યારે હેરી બ્રુકે 20 રનનું યોગદાન આપ્યું. મીડિયમ પ્રેશર બોલર મેટી પોટ્સે ત્રણ વિકેટ મેળવી હતી.

પુજારાની આઈપીએલમાં પંસદગી ન થઈ હોવાના કારણે તેઓ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. આના દ્વારા તે ભારતીય ટીમના ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ત્યાંના વાતાવરણને લઈને પણ તૈયારી કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં સફળતા માટે પુજારા મહત્વપૂર્ણ ખેલાડી છે.

2014માં ટીમ ઈન્ડિયાના પ્રવાસ સમયે પુજારા પોતાની છાપ છોડી શક્યો નહતો. આઈપીએલ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ જશે. તે સરે તરફથી કાઉન્ટી ક્રિકેટનો ભાગ બનશે.
First published: May 19, 2018
વધુ વાંચો
अगली ख़बर