Home /News /sport /

VIDEO: ચેતેશ્વર પુજારાની તોફાની બેટિંગ, 174 રનની આક્રમક પારી રમી

VIDEO: ચેતેશ્વર પુજારાની તોફાની બેટિંગ, 174 રનની આક્રમક પારી રમી

પુજારાએ 131 બોલમાં 174 રનની પારી રમી (તસવીર સાભાર - @cheteshwar1)

Cheteshwar Pujara: ટેસ્ટ બેસ્ટમેન તરીકે ઓળખાતા પુજારાએ 50 ઓવર ફોર્મેટમાં ટી20 સ્ટાઇલમાં બેટિંગ કરી હતી

    નવી દિલ્હી: ચેતેશ્વર પુજારા (cheteshwar pujara) ઇંગ્લેન્ડના રોયલ વન-ડે કપ (royal one day cup)માં ધમાલ મચાવી રહ્યો છે. ટેસ્ટ બેસ્ટમેન (test batsmen) તરીકે ઓળખાતા પુજારાએ 50 ઓવર ફોર્મેટમાં ટી20 સ્ટાઇલમાં બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડ રોયલ વનડે કપમાં તેની આ બીજી તાબડતોડ સદી છે. સસેક્સ તરફથી રમતાં તેણે સરે વિરુદ્ધ 131 બોલમાં 174 રનની પારી રમી હતી. પુજારાએ 20 ફોર અને 2 સિક્સની મદદથી મોટી પારી રમી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 132 રહ્યો હતો. સાથે જ પુજારાએ 34 વર્ષની ઉંમરમાં 50 ઓવર ફોર્મેટમાં કરિયરની સૌથી મોટી પારી રમી છે. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 158 અણનમ હતો.

    ચેતેશ્વર પુજારાની શતકીય પારીની મદદથી સસેક્સ 50 ઓવરમાં 6 વિકેટે 378 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ઉપરાંત ત્રીજા નંબરે આવેલા ટોમ ક્લાર્કે 104 રનની પારી રમી હતી. પુજારા સસેક્સનો કેપ્ટન પણ છે. અગાઉ તેણે વાર્વિકશાયર વિરુદ્ધ આક્રમક સદી ફટકારતા 107 રનની પારી રમી હતી.


    આ પણ વાંચો: એશિયા કપ : ભારત વિ. પાકિસ્તાનની મેચમાં કઇ ટીમ જીતશે? પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી

    ચેતેશ્વર પુજારા વર્ષ 2014થી ભારત માટે વનડે ફોર્મેટમાં રમ્યો નથી. જોકે, તે ભારતીય ટેસ્ટ ટીમનો નિયમિત સભ્ય છે. પુજારાએ ભારત તરફથી 96 ટેસ્ટ મેચમાં લગભગ 44ની સરેરાશથી 6792 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 18 સદી અને 33 અડધીસદી ફટકારી છે. પુજારાની ધીમી બેટિંગને કારણે તેને હંમેશા ટીકા થતી રહે છે. આથી તેને આઇપીએલમાં વધુ મોકો મળ્યો નથી.

    લિસ્ટ એમાં પુજારાની સરેરાશ બેસ્ટ

    પુજારાને ભારત તરફથી એક પણ ટી20 ઇન્ટરનેશનલમાં રમવાનો મોકો મળ્યો નથી અને તે માત્ર 5 વનડે જ રમી શક્યો છે. જોકે, લિસ્ટ એ એટલે કે 50 ઓવર ફોર્મેટમાં તેની સરેરાશ 54થી વધુ છે. તેણે 107 મેચમાં 12 સદી અને 30 અડધીસદીની મદદથી 4638 રન બનાવ્યા છે. તે 20 વખત નોટઆઉટ પણ રહ્યો છે અને દરેક ત્રીજી પારીમાં 50 પ્લસ સ્કોર કરે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cheteshwar Puajara, Cricket News Gujarati, Team india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन