Home /News /sport /

ચેતેશ્વર પૂજારાએ કરી જોરદાર વાપસી, કરીયરની 51મી સદી ફટકારી અને 17 હજાર રન પણ પૂરા કર્યા, VIDEO

ચેતેશ્વર પૂજારાએ કરી જોરદાર વાપસી, કરીયરની 51મી સદી ફટકારી અને 17 હજાર રન પણ પૂરા કર્યા, VIDEO

Derbyshire vs Sussex: ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી. (Twitter Sussex)

ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 51મી સદી છે. આ મેચ પહેલા તેણે 226 મેચની 374 ઇનિંગ્સમાં 51ની એવરેજથી 16948 રન બનાવ્યા હતા. એટલે કે આ રીતે તેના 17 હજાર રન પણ પૂરા થઈ ગયા છે. તેણે 50 સદી અને 70 અડધી સદી ફટકારી હતી. સરેરાશ 51 હતી. તેણે 352 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. તેણે ભારત માટે 95 મેચમાં 44ની એવરેજથી 6713 રન બનાવ્યા છે.

વધુ જુઓ ...
    ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ કારણે તે ટીમ ઈન્ડિયા (Team India)માંથી બહાર થઈ ગયો છે. પરંતુ હવે તેણે શાનદાર વાપસીના સંકેત આપ્યા છે. તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ (County Championship Division Two)ની મેચમાં સસેક્સ તરફથી રમતી વખતે શાનદાર સદી ફટકારી હતી. કાઉન્ટી સિઝનની આ તેની પ્રથમ મેચ છે. તે ટીમને હારથી બચવાના પણ પ્રયાસ કરી રહ્યો છે. તેની ઈનિંગ એટલા માટે પણ મહત્વની છે કારણ કે ભારતીય ટીમને જુલાઈમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવાની છે. જો પૂજારા ત્યાં પોતાનું પ્રદર્શન જાળવી રાખે છે તો તે ફરી એકવાર ટીમમાં વાપસી કરી શકે છે.

    સસેક્સે રવિવારે 4 દિવસીય મેચના ચોથા અને અંતિમ દિવસે બીજા દાવમાં ડર્બીશાયર સામે બીજા દાવમાં 2 વિકેટે 391 રન બનાવ્યા હતા. ફોલોઓન બાદ ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી છે. ટીમ પ્રથમ દાવમાં માત્ર 174 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ડર્બીશાયરે 8 વિકેટે 505 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. હજુ 53 ઓવર રમવાની બાકી છે અને સસેક્સને 60 રનની લીડ મળી ગઈ છે. એટલે કે ટીમ એક રીતે મેચ ડ્રો કરવા તરફ આગળ વધી રહી છે. પૂજારા 271 બોલમાં 121 રન બનાવીને રમી રહ્યો છે. આ દરમિયાન તેણે 21 ચોગ્ગા ફટકાર્યા છે. ટોમ હેન્સ 213 રન બનાવીને તેની સાથે ઉભો છે. બંનેએ અત્યાર સુધી ત્રીજી વિકેટ માટે અણનમ 246 રન જોડ્યા છે.



    પૂજારાએ ફટકારી છે ત્રેવડી સદી

    ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 51મી સદી છે. આ મેચ પહેલા તેણે 226 મેચની 374 ઇનિંગ્સમાં 51ની એવરેજથી 16948 રન બનાવ્યા હતા. એટલે કે આ રીતે તેના 17 હજાર રન પણ પૂરા થઈ ગયા છે. તેણે 50 સદી અને 70 અડધી સદી ફટકારી હતી. સરેરાશ 51 હતી. તેણે 352 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. તેણે ભારત માટે 95 મેચમાં 44ની એવરેજથી 6713 રન બનાવ્યા છે. તેણે 18 સદી અને 32 અડધી સદી ફટકારી છે. એટલે કે 50 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. તેણે અણનમ 206 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.

    આ પણ વાંચો- SRH vs PBKS Match Report: ઉમરાન-ભુવનેશ્વરની સામે પંજાબ કિંગ્સ ઢેર, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદની મોટી છલાંગ

    જોકે ચેતેશ્વર પૂજારા જાન્યુઆરી 2019થી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. આ કારણે તેને અને અજિંક્ય રહાણેને શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં તક મળી ન હતી. તેણે દક્ષિણ આફ્રિકામાં છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી હતી. તે 6માંથી માત્ર એક જ ઇનિંગમાં 50થી વધુ રન બનાવી શક્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cheteshwar pujara, Cricket News Gujarati, Team india, ક્રિકેટ ટેસ્ટ મેચ

    આગામી સમાચાર