Home /News /sport /IND vs AUS: ચેતેશ્વર પૂજારા 20 ઓવર રમીને અર્ધી સદી પણ ન ફટકારી શક્યો! ફેન્સે કહ્યું-આ છેલ્લી ટેસ્ટ
IND vs AUS: ચેતેશ્વર પૂજારા 20 ઓવર રમીને અર્ધી સદી પણ ન ફટકારી શક્યો! ફેન્સે કહ્યું-આ છેલ્લી ટેસ્ટ
Cheteshwar Pujara: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ચેતેશ્વર પૂજારા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો.
Cheteshwar Pujara: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ચેતેશ્વર પૂજારા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો.
11 માર્ચ શનિવાર એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો. આ રાઈટ હેન્ડર ખેલાડીએ 121 બોલમાં 42 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. ટી બ્રેક પહેલાં પૂજારાએ શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટોડ મર્ફીની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.
જણાવી દઈએ કે, અત્યાર સુધી હાલ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સાત ઇનિંગ્સમાં પૂજારાએ માત્ર 140 રન બનાવ્યા છે.
જોકે તેણે ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટમાં પાર્ટનરના આઉટ થતા પહેલાં 59 રન બનાવ્યા હતા, જ્યાં ઓસ્ટ્રેલિયા 9 વિકેટથી જીત્યું હતું. 35 વર્ષીય પૂજારા તેની 100મી ટેસ્ટ મેચમાં 31 રને અણનમ રહ્યો હતો. જે મેચ દિલ્હી ખાતે યોજાઈ હતી અને ભારતે તેને 6 વિકેટે જીતી હતી.
cheteshwar pujara tweet critisism
બેટિંગ-ફ્રેન્ડલી ટ્રેક પર પૂજારાને આટલા જ રનમાં આઉટ થતાં જોઈને ફેન્સમાં પણ નિરાશ જોવા મળી હતી. કેટલાક લોકોએ પૂજારા આઉટ થતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા.
ત્યારે એક ફેને લખ્યું કે,
"પુજારાના આઉટ થવાથી ખરેખર નિરાશ થયો. આ વિકેટને ફ્લેટ પિચ પર થ્રો કરી. આ તેની છેલ્લી ટેસ્ટ હોવી જોઈએ."
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ પ્રથમ ઈનિગમાં 167.2 ઓવરમાં 480 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીન અનુક્રમે 180 અને 114ના સ્કોર સાથે ટોચ પર રહ્યા હતા.
tweets critisizing pujara
તો ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને છ વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ સામે જવાબમાં ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે ત્રીજા સેશન દરમિયાન ક્રિઝ પર શુભમન ગિલ (117*) અને વિરાટ કોહલી (8*) સાથે 71 ઓવર પછી 210/2 પર રહ્યું હતું.
tweets critisizing pujara
રેકોર્ડ : ચેતેશ્વર પૂજારા એલિટ લિસ્ટમાં સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ સાથે જોડાયા
ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 2000 રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે સચિન તેંડુલકર (3630), વીવીએસ લક્ષ્મણ (2434) અને રાહુલ દ્રવિડ (2166) સાથે લિસ્ટમાં સામેલ થયો છે.
ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પૂજારા 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની જીતનો મુખ્ય કારક બન્યો હતો. તેણે અનુક્રમે 521 અને 271 રન બનાવ્યા. કહી શકાય કે તેના જ કારણે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બે વખત જીતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર