ટેસ્ટ ક્રિકેટમાં 50ની એવરેજ, છતા સુકાની કરી રહ્યો છે અન્યાય!

Ashish Goyal | News18 Gujarati
Updated: August 1, 2018, 7:17 PM IST
ટેસ્ટ ક્રિકેટમાં 50ની એવરેજ, છતા સુકાની કરી રહ્યો છે અન્યાય!
પૂજારા અને રવિ શાસ્ત્રી (ફાઇલ ફોટો)

  • Share this:
એજબેસ્ટન ટેસ્ટ સાથે જ ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઈ ગયો છે. જોકે આ પ્રથમ ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલીએ અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્લેઇંગ ઇલેવનની બહાર રાખ્યો છે. જેની બધા ટિકા કરી રહ્યા છે. પૂજારાના સ્થાને લોકેશ રાહુલને તક આપવામાં આવી છે. જેણે અત્યાર સુધી 24 ટેસ્ટમાં 40.86ની એવરેજથી 1512 રન બનાવ્યા છે. બીજી તરફ પૂજારાએ અત્યારમાં સુધી 58 ટેસ્ટમાં 50.34ની એવરેજથી 14 સદી સાથે 4531 રન બનાવ્યા છે.

ટોસ હાર્યા પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે પૂજારાના સ્થાને લોકેશ રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે ત્રીજા નંબરે બેટિંગ કરશે. જોકે ટિકાકારો લોકેશ રાહુલને બદલે શિખર ધવનને નિશાન બનાવી રહ્યા છે અને ટ્વિટર પર તેનો વિરોધ થઈ રહ્યો છે. કારણ કે તેમનું માનવું છે કે શિખર ધવનને પ્લેઇંગ ઇલેવનમાં બનાવી રાખવા માટે સુકાની કોહલીએ પૂજારાનો ભોગ લીધો છે.

વિમલ કુમારે લખ્યું છે કે ધવનની ભારત અને ભારત બહાર ટેસ્ટ એવરેજ 43ની છે. જ્યારે 2014માં ન્યૂઝીલેન્ડમાં 115 અને 98 રન સિવાય તેણે ખાસ ઇનિંગ્સ રમી નથી.અન્ય એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે શિખર છેલ્લા ચાર વર્ષથી વિદેશમાં કોઈ શ્રેણી પુરી રમ્યો નથી. કારણ કે ખરાબ પ્રદર્શનના કારણે વચ્ચે જ ટીમમાંથી બહાર થયો છે.

 પૂજારાનો દમ
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. કારણ કે તેની હાજરીમાં ટીમને વધારે સફળતા મળી છે. આંકડાની વાત કરવામાં આવે તો પૂજારા ભારત તરફથી 58 ટેસ્ટ રમ્યો છે. જેમાં 33માં જીત મળી છે અને 12માં પરાજય થયો છે. જ્યારે 13 મેચ ડ્રો રહી છે. એટલે કે તેની હાજરીમાં 56.90 ટકા સફળતા મળી છે. જ્યારે પૂજારા વગર ટીમ જે 23 ટેસ્ટ મેચ રમી છે તેમાં 6 માં જીત મળી છે અને 10માં પરાજય થયો છે. 7 ટેસ્ટ ડ્રો રહી છે. જીતની ટકાવારી ફક્ત 26.09ની છે.
First published: August 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading