ચેતેશ્વર પુજારાએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. ભલે પૂજારા મોટો સ્કોર ન કરી શક્યો અને પ્રથમ ઇનિંગમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હોય, પરંતુ તેણે ટેસ્ટ કરિયરમાં પોતાના 7 હજાર રન પૂરા કર્યા છે. આમ કરીને પૂજારાએ બ્રેડમેનને પાછળ રાખી દીધા છે. લિજેન્ડરી બ્રેડમેને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 6984 રન ફટકાર્યા હતા.
ભારતનો ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસના સૌથી વધુ રનની યાદીમાં લિજેન્ડરી ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. પુજારા ડોન બ્રેડમેન કરતાં માત્ર 12 રન જ પાછળ હતો.
પુજારા હાલમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે, તેની બંને ઇનિંગ્સ શાનદાર રહી હતી. પહેલી ઈનિંગમાં 90 રન અને બીજી ઇનિંગમાં શાનદાર સદી બનાવી હતી. પુજારાની શાનદાર બેટિંગના કારણે ભારતે 512 રનની લીડ મેળવી દાવ ડિક્લેર કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવામાં બાંગ્લાદેશની ટીમ નિષ્ફળ રહી હતી અને 188 રનથી મેચ હારી ગઈ હતી. બીજી ઈનિંગમાં તેણે કારકિર્દીની સૌથી ઝડપી સદી મારી હતી.
હવે શ્રેણીની બીજી ટેસ્ટ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોહિત શર્મા મેચમાંથી બહાર હોવાથી પુજારાએ કેએલ રાહુલના ડેપ્યુટી તરીકે જવાબદારી લીધી છે. ટીમમાં કોઈ મોટા ફેરફાર થયા નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ જીત મેળવવા અને પોઇન્ટ ટેબલના બીજા સ્થાને પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે.
પૂજારા પ્રથમ ટેસ્ટમાં જોરદાર સદીના કારણે દિલીપ વેંગસરકરને પછાડીને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર આઠમો ખેલાડી બની ગયો હતો. હજી તે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કરતા 228 રન પાછળ છે, પણ તેના હાલના ફોર્મને જોતાં તે ગાંગુલી કરતા આગળ નીકળી શકે છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ
સચિન તેંડુલકર
200
15921
248*
53.78
રાહુલ દ્રવિડ
163
13265
270
52.63
સુનિલ ગાવસ્કર
125
10122
236*
51.12
VVS લક્ષ્મણ
134
8781
281
45.97
વીરેન્દ્ર સહેવાગ
103
8503
319
49.43
વિરાટ કોહલી
103
8094
254*
49.35
સૌરવ ગાંગુલી
113
7212
239
42.17
ચેતેશ્વર પુજારા
97
6984
206*
44.76
દિલીપ વેંગસરકર
116
6868
166
42.13
મોહમ્મદ અઝહરુદ્દીન
99
6215
199
45.03
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર