ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પિતા બની ગયો છે. પૂજારાની પત્ની પૂજા બાગરાએ બેબીને જન્મ આપ્યો છે. ચેતેશ્વર પૂજારા અને પૂજાએ પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા છે, આમ લાંબા સમય બાદ પૂજારાના ઘરે બાળક અવતર્યું હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
હાલમાં ચેતેશ્નર પૂજારા દિલ્હીમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે, જેમાં તે સોરાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશી છે, જેના કારણે પૂજારા બેબીને જોવા માટે વતન આવશે અને ફરીથી સેમીફાઈનલમાં રમવા માટે પાછો દિલ્હી રવાના થઈ જશે.
ભારતીય ટીમની બીજી દિવાળ ગણાતા પૂજારાની 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડેના એક દિવસ પહેલા તેની વેડિંગ એનિવર્સરી હતી., જે દિવસે તેને પ્રેગનેન્ટ પત્ની સાથે પોતાનો પિક સેર કર્યા હતા.