ચેતેશ્વર પૂજારાએ 9 વર્ષ પછી આવી રીતે શરુ કરી નવી ઇનિંગ્સ

‘મિસ્ટર ભરોસેમંદે’9 વર્ષ પછી આવી રીતે શરુ કરી નવી ઇનિંગ્સ

પૂજારા હવે એડવર્ટટાઈઝમાં પણ ઉતર્યો છે. હાલમાં જ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સની જાહેરાતમાં જોવા મળ્યો

 • Share this:
  ચેતેશ્વર પૂજારાને દમદાર બેટિંગના કારણે ટીમ ઇન્ડિયાનો ‘મિસ્ટર ભરોસેમંદ’ ખેલાડી માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. તેમાં પૂજારાનો મહત્વપૂર્ણ રોલ હતો. પૂજારાએ ચાર મેચમાં 74.42ની એવરેજથી 521 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી હતી. બંને ટીમો વચ્ચે પૂજારા એકમાત્ર અંતર હતો.

  પૂજારા હવે એડવર્ટટાઈઝમાં પણ ઉતર્યો છે. હાલમાં જ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સની જાહેરાતમાં જોવા મળ્યો હતો. આ તેના 9 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ જાહેરાત છે. ખાસ વાત એ છે કે પોતાના નામ પ્રમાણે દેશની સૌથી વિશ્વાસપાત્ર બેન્કે આ જાહેરાત માટે પસંદગી કરી છે. પૂજારાને ટીમ ઇન્ડિયાનો બીજો રાહુલ દ્રવિડ માનવામાં આવે છે. સંયોગથી રાહુલ દ્રવિડ (ગુગલની જાહેરાત)ની જેમ પૂજારાને એક શાનદાર જાહેરાત મળી છે, જે તેના શાંત વ્યક્તિત્વને દર્શાવે છે.

  આ જાહેરાતમાં તેની પત્ની પૂજા પણ છે. પત્ની સાથે જાહેરાત કરનાર પૂજારા વિરાટ કોહલી પછી બીજો ક્રિકેટર બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, ધોની, યુવરાજ વગેરેનો જાહેરાત વર્લ્ડમાં દબદબો રહ્યો છે પણ પોતાની પત્ની સાથે જોવા મળ્યા ન હતા. વિરાટ કોહલીએ આ ધારણા તોડી હતી પણ તેની પત્ની અનુષ્કા શર્મા બોલિવુડની મોટી હસ્તી છે.

  પૂજારાની જાહેરાત લાઇફ ઇન્સ્યોરન્સની છે પણ આ દરમિયાન પૂજારા અને પૂજાની લવસ્ટોરીને પણ બતાવવામાં આવી છે. આ દરમિયાન તેમણે પ્રથમ મુલાકાતથી લઈને પસંદ અને નાપસંદ સિવાય સરપ્રાઇઝ ગિફ્ટ સુધી બધી વાત બતાવી હતી.
  Published by:Ashish Goyal
  First published: