Home /News /sport /

ચેતેશ્વર પૂજારાએ એક ઓવરમાં ફટકાર્યા 22 રન, આક્રમક સદી ફટકારી

ચેતેશ્વર પૂજારાએ એક ઓવરમાં ફટકાર્યા 22 રન, આક્રમક સદી ફટકારી

ચેતેશ્વર પૂજારાએ વોરવિકશાયર સામે 79 બોલમાં 107 રનની ઇનિંગ્સ રમી (તસવીર ચેતેશ્વર પૂજારા ટ્વિટર)

Cheteshwar Pujara hundred - ચેતેશ્વર પૂજારાએ 79 બોલમાં 107 રનની ઇનિંગ્સ રમી, 7 ફોર અને 2 સિક્સર ફટકારી, ટેસ્ટ ક્રિકેટ માટે જાણીતા પૂજારાએ આક્રમક બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા

    નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)હાલ ઇંગ્લેન્ડમાં છે અને સક્સેસ (Sussex)ટીમ તરફથી રમી રહ્યો છે. પહેલા કાઉન્ટી ટીમમાં દમદાર પ્રદર્શન કર્યા પછી હવે રોયલ લંડન વન-ડે કપમાં (Royal London One Day Cup)પણ પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પૂજારાએ આક્રમક સદી ફટકારી છે. જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

    શુક્રવારે રમાયેલી મેચમાં સક્સેસ ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ વોરવિકશાયર સામે 79 બોલમાં 107 રનની ઇનિંગ્સ રમી હતી. જેમાં પૂજારાએ 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 135.44નો રહ્યો હતો.

    આ પણ વાંચો - પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ, એકબીજા પર કર્યા આવા પ્રહારો

    47મી ઓવરમાં પૂજારાએ 22 રન ફટકાર્યા


    પૂજારાએ આક્રમક ઇનિંગ્સ રમીને બધાને ચોંકાવી દીધા છે. ઇનિંગ્સની 47મી ઓવરમાં પૂજારાએ 22 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન બનાવ્યા હતા. જોકે પૂજારાની ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી ન હતી. પૂજારા 49મી ઓવરમાં આઉટ થયો હતો. તે સમયે ટીમને જીત માટે 20 રનની જરૂર હતી. જોકે સક્સેસ જીત માટે 4 રન દૂર રહ્યું હતું.



    વોરવિકશાયરે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 310 રન બનાવ્યા હતા. રોબ યેટ્સે 114 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં સક્સેસની ટીમ 306 રન બનાવી શકી હતી.

    આ પણ વાંચો - ...તો સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન છોડી દેશે મુંબઈ, આ રાજ્યની ટીમ તરફથી રમશે

    કાઉન્ટીમાં પૂજારાનો જલવો


    ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કાઉન્ટી ક્રિકેટમાં કોઇપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધારે બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જે પહેલા ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો. અઝહરે કાઉન્ટી ક્રિકેટમાં 2 બેવડી સદી ફટકારી હતી. જ્યારે પૂજારાએ એક જ સિઝનમાં ત્રણ ડબલ સદી ફટકારી દીધી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cheteshwar pujara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन