Home /News /sport /ફિટનેસ વધારવા માટે ઈંજેક્શન લઈ રહ્યા છે ભારતીય ટીમના ખેલાડી: ચેતન શર્માના ખુલાસા બાદ BCCIમાં હડકંપ મચ્યો
ફિટનેસ વધારવા માટે ઈંજેક્શન લઈ રહ્યા છે ભારતીય ટીમના ખેલાડી: ચેતન શર્માના ખુલાસા બાદ BCCIમાં હડકંપ મચ્યો
chetan sharma
ચેતન શર્માને ગત મહિને ફરી વાર ટીમ ઈંડિયાના સિલેક્ટર બનાવ્યા હતા. તેમને ઝી ન્યૂઝના સ્ટિંગ ઓપેશનમાં એવું કહેતા દેખાય રહ્યા છે કે, ભારતીય ક્રિકેટર ફિટ રહેવા માટે ઈંજેક્શન લે છે અને તેમને ખબર છે કે, કયું ઈંજેક્શન ડોપ ટેસ્ટમાં પકડમાં નથી આવતું.
Chetan Sharma Sting Operation Controversy: ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રોહિત શર્મા, વિરાટ કોહલી, પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને ન્યૂઝ ચેનલના કથિત સ્ટિંગ ઓપરેશનમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેનાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ભૂકંપ આવી ગયો છે.સ્ટિંગ ઓપરેશનમાં ચીફ સિલેક્ટર ચેતન શર્મા ભારતીય ક્રિકેટને લઈને કરવામાં આવેલા ખુલાસા બાદ બીસીસીઆઈએ આ મામલાની તપાસનો નિર્ણય લીધો છે. આ સનસનીખેજ ખુલાસો ત્યારે થયો, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજી ટેસ્ટ રમાઈ રહી હતી અને આગામી બે મેચ માટે ટીમનું સિલેક્શન થવાનું હતું. ચીફ સિલેક્ટરના આ ખુલાસાએ દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડને પણ શરમજનક સ્થિતીમાં નાખી દીધું છે.
ચેતન શર્માને ગત મહિને ફરી વાર ટીમ ઈંડિયાના સિલેક્ટર બનાવ્યા હતા. તેમને ઝી ન્યૂઝના સ્ટિંગ ઓપેશનમાં એવું કહેતા દેખાય રહ્યા છે કે, ભારતીય ક્રિકેટર ફિટ રહેવા માટે ઈંજેક્શન લે છે અને તેમને ખબર છે કે, કયું ઈંજેક્શન ડોપ ટેસ્ટમાં પકડમાં નથી આવતું. આ ઉપરાંત, તેમણે એવો પણ દાવો કર્યો કે, બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની વચ્ચે અહંકારની મોટી લડાઈ હતી. તો વળી વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવા માટે આરામનું બહાનું બનાવામાં આવી રહ્યું છે.
ચેતન શર્માની નોકરી પર સંકટ
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈના આ મામલા પર નજર છે. નેશનલ ટીમના સિલેક્ટર ભારતીય ક્રિકેટ બોર્ડના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલ હોય છે અને તેને સાર્વજનિક રીતે ટીમ સાથે જોડાયેલી વાતો વિશે ચર્ચા કરવાની પરવાનગી હોતી નથી. આ મામલામાં બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ નામ ન છાપવાની શરતે પીટીઆઈને કહ્યું કે, આ બીસીસીઆઈના સચિવ જય શાહ નક્કી કરશે કે ચેતન શર્માનું ભવિષ્ય શું હશે. સવાલ એ છે કે, શું ટી 20 કપ્તાન હાર્દિક પંડ્યા અથવા વન ડે અને ટેસ્ટ કપ્તાન રોહિત શર્માએ આ ખુલાસા બાદ ટીમ સિલેક્શનને લઈને શનારી બેઠકમાં ચેતન સાથે બેસવા માગશે, એ જાણતા હોવા છતાં કે, તે આંતરિક જાણકારીનો આવી રીતે ખુલાસો કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર