બીસીસીઆઈને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી એક સ્ટિંગ ઓપરેશનમાં આપેલા નિવેદન બાદ વિવાદમાં આવી ગયા હતા.
નવી દિલ્હી: બીસીસીઆઈને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી એક સ્ટિંગ ઓપરેશનમાં આપેલા નિવેદન બાદ વિવાદમાં આવી ગયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ભારતીય ખેલાડીઓ પર આરોપ લગાવ્યો હતો કે, ઈજાને છુપાવવા માટે ઈંજેક્શનનો સહારો લેવામાં આવે છે. એટલું જ નહીં તેમણે પૂર્ કપ્તાન વિરાટ કોહલીને ખોટો ગણાવ્યો હતો. ત્યાર બાદ જ તેમના પર રાજીનામાનું પ્રેશર બનાવામાં આવી રહ્યું હતું. તેમણે બીસીસીઆઈના સચિવ જય શાહને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેઓ બીજી ચીફ સિલેક્ટર બન્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ચેતન શર્માએ બોર્ડ સચિવ જય શાહને રાજીનામું મોકલી દીધું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી, ત્યારથી ચેતન શર્મા ચીફ સિલેક્ટર હતા. ત્યાર બાદ ફરીથી તેમને આ જવાબદારી મળી હતી. પણ આ વખતે વિવાદોના કારણે તેમને આ પદ પરથી હટવું પડ્યું હતું.
ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે, વિરાટ કોહલીને લાગે છે કે, તેની કપ્તાની બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કારણે ગઈ. જ્યારે તેમને આ વાત કહી ત્યારે ત્યાં બીજી 9 સભ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલીએ તેને કહ્યું હતું કે, કપ્તાની છોડતા પહેલા વિચારી લે. તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં. બાદમાં તેણે આ વાતને ળઈને મીડિયામાં ખોટું બોલ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર