ચેતન શર્મા ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર, કુરુવિલા અને દેવાશિષ મોહંતી પણ પસંદગીકાર

કપિલ દેવ સાથે ચેતન શર્મા

ક્રિકેટ એડવાઇઝર કમિટીએ ઇન્ટરવ્યૂ પછી પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને મુખ્ય પસંદગીકાર બનાવવાની જાહેરાત કરી

  • Share this:
    નવી દિલ્હી : બીસીસીઆઈએ ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટરની (Chief Selector) જાહેરાત કરી છે. ક્રિકેટ એડવાઇઝર કમિટીએ ઇન્ટરવ્યૂ પછી પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને (Chetan Sharma)મુખ્ય પસંદગીકાર બનાવવાની જાહેરાત કરી છે. આ સિવાય પૂર્વ ફાસ્ટ બોલર અભય કુરુવિલા (Abey Kuruvilla)અને દેવાશિષ મોહંતીને (Debasis Mohanty) પણ ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણ સિવાય હરવિંદર સિંહ અને સુનીલ જોશી (Sunil Joshi)પણ સિલેક્શન કમિટીનો ભાગ છે. વર્તમાન પસંદગી સમિતિમાં પાંચ બોલરો સામેલ થયા છે. જેમાં ચાર ફાસ્ટ બોલરો રહ્યા છે.

    ક્રિકેટ એડવાઇઝર કમિટી (સીએસી)એ પસંદગીકાર બનવા ઇચ્છુક બધા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. મદદલાલની અધ્યક્ષતાવાળી સીએસીએ ચેતન શર્માના નામ પર અંતિમ મોહર લગાવી હતી. બીસીસીઆઇએ ગુરુવારે રાત્રે પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાહેરાત કરી હતી. બીસીસીઆઈની પ્રેસ રિલીઝ મતે સીએસીએ ચેતન શર્મા, અભય કુરુવિલા અને દેવાશિષ મોહંતીને ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટી માટે પસંદ કર્યા છે. ભવિષ્યમાં કમિટીની અધ્યક્ષતા ચેતન શર્મા કરશે કારણ કે તે પસંદગી સમિતિના બધા સભ્યોમાં વધારે સીનિયર છે. સીએસી પસંદગીકારોના કાર્યકાળના એક વર્ષ પછી સમીક્ષા કરશે. ત્રણ નવા સભ્યો સુનીલ જોશી અને હરવિંદર સિંહ સાથે જોડાશે.

    આ પણ વાંચો - IPL 2022માં 10 ટીમો ભાગ લેશે, એક ટીમ અમદાવાદની બને તેવી સંભાવના

    આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં અજિત અગરકરના ચીફ સિલેક્ટર બનવાના સમાચાર સામે આવી રહ્યા હતા. જોકે અંતિમ સમયે ચેતન શર્માએ યોર્કર ફેંકીને બાજી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાના પસંદગીકાર બનવા માટે અજિત અગરકર, મનિંદર સિંહ, નયન મોંગિયા, એમએસ દાસ અને રાણાદેવ બોસે પણ અરજી કરી હી.

    ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતિનો કાર્યકાળ ઇંગ્લેન્ડ શ્રેણીથી શરૂ થશે. ચેતન શર્માની આગેવાનીમાં પસંદગીકર્તા ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વન-ડે માટે ટીમ પસંદ કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની શરૂઆત 5 ફેબ્રુઆરીથી થશે.

    54 વર્ષના ચેતન શર્મા ભારત તરફથી 23 ટેસ્ટ, 65 વન-ડે રમ્યા છે. ભારત તરફથી અભય કુરુવિલા 10 ટેસ્ટ, 25 વન-ડે અને મોહંતી 2 ટેસ્ટ અને 45 વન-ડે રમ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: