IPL 2021 CSK vs PBKS: ચેન્નાઇએ પંજાબને આપી 6 વિકેટે માત, દિપક ચહરની 4 વિકેટ

IPL 2021 CSK vs PBKS: ચેન્નાઇએ પંજાબને આપી 6 વિકેટે માત, દિપક ચહરની  4 વિકેટ

  • Share this:
    મુંબઇ: આઇપીએલ(IPL 2021)ની આઠમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે પંજાબ કિગ્સને 6 વિકેટથી માત આપી છે. પંજાબે ચેન્નાઇ 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ચેન્નાઇની ટીમે માત્ર 4 વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. ચેન્નાઇની ટીમના મોઇન અલીએ સૌથી વધારે રન (46) બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઇની બોલીંગમાં દિપક ચહરનો તરખાટ જોવા મળ્યો હતો તેણે શરૂઆતમાં જ સારી બોલીંગ કરીને 4 વિકેટ ઝડપી હતી જેથી પંજાબ માત્ર 107 રન કરવામાં જ સફળ રહી હતી. ચેન્નાઇની ટીમની આ પ્રથમ જીત છે.

    પંજાબે ચેન્નાઇને આપ્યો હતો 107 રનનો ટાર્ગેટ



    પંજાબ કિંગ્સે (IPL 2021) આઠમી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 8 વિકેટે 106 રન કર્યા છે. પંજાબના ટોપ-5માંથી બે બેટ્સમેન શૂન્ય રને, એક 5 રને અને જ્યારે 2 બેટ્સમેન 10 રને આઉટ થઈ ગયા હતા. દિપક ચહરે 4 ઓવરમાં 1 મેડન સહિત 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દિપક બોલિંગે પ્રથમ 6 ઓવરમાં જ પંજાબને લગભગ મેચની બહાર કરી દીધું. પંજાબ માટે શાહરુખ ખાને 36 બોલમાં સૌથી વધુ 47 રન કર્યા હતા.

    ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPL 2021ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ધોનીની ટીમે પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. પંજાબે પણ પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી. આ ધોનીની CSK માટે 200મી મેચ છે. મહત્વનું છે કે, ચેન્નઈને સીઝનની પહેલી મેચમાં દિલ્હીએ 7 વિકેટે માત આપી હતી. જ્યારે પંજાબે રાજસ્થાન સામે 4 રને જીત મેળવી હતી.

    આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 મેચ રમવામાં આવી છે, જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે 15 મેચમાં જીત મેળવી છે જ્યારે પંજાબ કિંગ્સે ફક્ત 9 મેચ જીતી છે. 2015થી ચેન્નાઇએ આઠ મેચોમાં પંજાબ કિંગ્સને છ વખત પરાજય આપ્યો છે. આઈપીએલ 2020માં ચેન્નાઈની ટીમ પંજાબ સામેની બંને મેચ જીતવામાં સફળ રહી હતી.

    પંજાબ કિંગ્સની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

    ચેન્નઈ સુપરકિંગ્સની પ્લેઈંગ-11: ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, એમ.એસ. ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર
    Published by:kuldipsinh barot
    First published:April 16, 2021, 22:51 pm