SRH Vs CSK LIVE : ચેન્નાઈએ આઠ વિકેટે મેળવી જીત, રાયડૂની શાનદાર સદી

News18 Gujarati
Updated: May 13, 2018, 7:53 PM IST
SRH Vs CSK LIVE : ચેન્નાઈએ આઠ વિકેટે મેળવી જીત, રાયડૂની શાનદાર સદી

  • Share this:
ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આઈપીએલનો 46મો મુકાબલો થયો હતો. આ મેચમાં ચેન્નાઈએ આઠ વિકેટ જીત મેળવી લીધી હતી. આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ આપી હતી.

પહેલા બેટિંગ કરતાં હૈદરાબાદે નિર્ધારિત વીસ ઓવરમાં ચાર વિકેટના નુકશાને 179 રન બનાવી લીધા હતા. જેમાં શિખર ધવને 79 અને કેન વિલિયમ્સને 51 રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદની શરૂઆત ખુબ જ ધીમી થઈ હતી પરંતુ શિખર અને કેન વિલિયમ્સને ટીમને એક સન્માનજનક સ્કોર આપ્યો હતો. હૈદરાબાદ તરફથી દિપક હુડ્ડાએ 21 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી શાર્દૂલ ઠાકૂરે બે જ્યારે બ્રાવો અને દિપક ચહરને એક-એક વિકેટ મળી હતી.

હૈદરાબાદે આપેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ અંબાતી રાયડૂ અને શેન વોટ્સને ચેન્નાઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ચેન્નાઈ તરફથી અંબાતી રાયડૂએ 100* રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે શેન વોટ્સને 57 રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત ધોનીએ 20 રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ એક વિકેટ ઝડપી હતી. જ્યારે વોટ્સન રન આઉટ થઈ ગયો હતો.

દિગ્ગજો વચ્ચેના મુકાબલામાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ આજે જ્યારે ટોપ પર રહેલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે તો તેની નજર જીત સાથે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા પર રહેશે. ચેન્નાઈને પ્લેઓફમાં પહોંચવા માટે ત્રણમાંથી એક મેચ જીતવી છે, જ્યારે હૈદરાબાદ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યું છે. બે વર્ષના પ્રતિબંધ પછી આઈપીએલમાં પાછી ફરેલ ચેન્નાઈએ પહેલી છ મેચોમાંથી પાંચ મેચ જીતી પરંતુ ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેને 11 મેચોમાં 14 પોઈન્ટ છે અને બાકીની ત્રણ મેચોમાંથી એક મેચ જીતવી જરૂરી છે.

બંને ટીમો આ રીતે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (ઈલેવન): એલેક્સ હેલ્સ, શિખર ધવન, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શાકીબ અલ હસન, દીપક હુડા, શ્રીવત્સ ગોસ્વામી, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્માચેન્નઈ સુપર કિંગ્સ (ઈલેવન): શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમ.એસ. ધોની, ડ્વેઈન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, ડેવિડ વિલ્લી, હરભજન સિંઘ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર

 
First published: May 13, 2018
વધુ વાંચો
अगली ख़बर