Dubai Weather Update: દુબઈનું હવામાન CSK vs MI ના ખેલાડીઓ માટે બનશે માથાનો દુખાવો

IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Chennai super kings vs Mumbai indians, Dubai Weather Update: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે આજે રમાશે આઈપીએલ 2021ની 30મી મેચ. જાણો કેવું રહેશે દુંબઈનું વાતાવરણ.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)માં 30મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (CSKvsMI)ની વચ્ચે આજે એટલે કે રવિવારે દુબઈ (Dubai) ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિમ ખાતે રમાશે. આઈપીએલ ઈતિહાસની આ બે ટીમો સૌથી સફળ છે. ભારતમાં રમાયેલા પહેલા ચરણમાં બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે સારુ પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતારશે. ચેન્નાઈ(Chennai super kings)ની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાન પર છે જ્યારે મુંબઈ (Mumbai indians) ની ટીમ ચોથા સ્થાન પર છે.

    મુંબઈએ યુએઈમાં ગત સિઝનમાં ચેન્નાઈને માત આપી હતી. એમએસ ધોની (Ms Dhoni)ની ચેન્નાઈ માટે ગત સિઝન ખુબ જ ખરાબ રહી હતી, અને હવે જો દુબઈના હવામાનની વાત કરીએ તો અત્યારે દુબઈમાં જોરદાર ગરમી રહેવાની આશંકા છે. જેથી ખેલાડીઓને માટે દુબઈની ગરમી માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

    સ્પિન બોલરોને મળશે જોરદાર મદદ

    દિલ્હી કેપિટલ્સમાં ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયાએ તો નિવેદન પણ આપી દીધુ કે અહિંયા ગરમીનું પ્રમાણ સૌથી વધુ છે. તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે સાંજ સુધીમાં વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે.

    આવી સ્થિતિમાં સ્પિનરો મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે અને બંને ટીમો માટે નિર્ણાયક પરિબળ સાબિત થશે. બીજા હાફમાં પીચ સ્પિનરો માટે અનુકૂળ રહેશે. આ પીચ પર 170નો સ્કોર સારો માનવામાં આવે છે. સ્પિન વિભાગની વાત કરીએ તો રોહિત શર્માની મુંબઈની ટીમ પર ચેન્નઈનું વર્ચસ્વ છે, કારણ કે, તેમની પાસે રવિન્દ્ર જાડેજા અને ઈમરાન તાહિર જેવા બોલરો છે, જ્યારે મુંબઈ પાસે રાહુલ ચાહર છે.

    આ પણ વાંચો: IPL 2021: યુએઈમાં આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ, આજે CSK અને MI વચ્ચે ટક્કર

    બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

    મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) - રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જેમ્સ નીશામ/નાથન કુલ્ટર -નાઇલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) - ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, સેમ કરેન, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ/લુંગી એનગીડી અને ઈમરાન તાહિર.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: