CSK vs KKR: રસેલ અને કમિન્સની તોફાની બેટીંગ છતા કોલકત્તાની હાર, ચેન્નાઇનો 18 રને વિજય

CSK vs KKR: રસેલ અને કમિન્સની તોફાની બેટીંગ છતા કોલકત્તાની હાર, ચેન્નાઇનો 18 રને વિજય

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલની 15 મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ રમાઇ હતી જેમાં પ્રથમ બોલિંગ કરતા ચેન્નાઇની ટીમે 220 રન કર્યા હતા અને કોલકત્તાએ માત્ર 31 રનમાં જ 5 વિકેેટ ગુમાવી દીધા છતા પણ અંતિમ ઓવર સુધી મેચ લઇ ગયા અને અંતિમ ઓવરમાં ઓલ આઉટ થતા ચેન્નાઇએ 18 રને મેચ જીતી લીધી હતી.

    કોલકત્તાને 221 રનનો લક્ષ્યાંક 


    • કોલકત્તાને પ્રથમ ઓવરમાંજ શુભમન ગીલના રૂપમાં વિકેટ ગુમાવી હતી.
    • ચેન્નાઇ તરફથી પહેલી વિકેટ દિપક ચહરે લીધી હતી તેણે પ્રથમ ઓવરના ચોથા બોલ પર શુભમન ગીલને શૂન્ય પર આઉટ કર્યો હતો.

    • 5 ઓવરના અંતે કોલકત્તાની ટીમ દિપક ચહર સામે ધૂંટણીએ પડી ગઇ હતી 31 રન કરીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

    • દિપક ચહરે જોરદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી.

    • આંન્દ્રે રસેલ 22 બોલમાં તોફાની ઈનિંગ 54 રનની ઈનિંગ રમી હતી જેમાં તેણે 6 સિક્સર અને 3 ચોક્કા માર્યા હતા. સૈમ કરેનની ઓવરમાં તે આઉટ થયો હતો.

    • પેટ કમિન્સે જોરદાર બેટીંગ કરી હતી અને સૈમ કરેનની એક ઓવરમાં તેણે 30 રન લીધા હતા છતા પણ મેચ જીતાડવામાં તે અસફળ રહ્યો હતો.

    • કોલકત્તાની ટીમ 202 રન કરવામાં સફળ રહી હતી અને તેણે 10 વિકેટ ગુમાવી દેતા અંતે તેનો 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.


    ચેન્નાઇની ટીમે આપ્યો 221 રનનો ટાર્ગેટ

    • ચેન્નાઇ સુપર કિંગ્સની જોરદાર શરૂઆત થઇ છે.

    • બંન્ને ઓપનિંગ બેસ્ટમેનો માંથી ગાયકવાડે  ફિફ્ટી પૂર્ણ થઇ છે.

    • 12 ઓવરના અંતે ચેન્નાઇ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 117 કર્યા હતા.

    • આ આઇપીએલની ચેન્નાઇની ટીમની સૌથી શરૂઆત કહી શકાય.

    • 13મી ઓવરમાં ચક્રવતીની ઓવરમાં ગાયકવાડ આઉટ થયો હતો તેણે 42 બોલમાં 64 રન કર્યા હતા જેમાં 6 ફોર અને 4 સિક્સ લગાવી હતી.

    • ડુપ્લેસીએ 12મી ઓવરના ચોથા બોલ પર ફિફ્ટી પૂર્ણ કરી હતી.

    • સુનિલ નરેનની ઓવરમાં મોઇન અલી 12 બોલમાં 25 રન કરી આઉટ થયો હતો.

    • મોઇન અલી આઉટ થયા બાદ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની ક્રીઝ પર આવ્યો હતો.

    • ઘોનીને 8 બોલમાં 17 રન કર્યા હતા અને રસેલના બોલ પર કેચ આઉટ થયો હતો.

    • ડુપ્લેસીની જોરદાર બેટીંગના સહારે ટીમે 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 220 રન કર્યા હતા.

    • કોલકત્તાને જીત માટે 221 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


    બીજી તરફ, મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ કોલકાતા માટે ખૂબ અશુભ રહ્યું છે. કોલકાતા આ મેદાન પર 9 મેચોમાં આઠ વખત હાર્યું છે, જ્યારે ટીમે આઈપીએલ 2012 માં ફક્ત એક જ જીત મેળવી હતી. ત્રણ વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સએ આઈપીએલ 2021 ની ત્રણ શરૂઆત મેચોમાં 2 જીત મેળવી છે. બીજી તરફ, વાનખેડેમાં કેકેઆરની ટીમની સિઝનની આ પહેલી મેચ હશે. સતત બે પરાજયનો ભોગ બન્યા બાદ તે અહીં પહોંચી છે. કેકેઆરની શરૂઆત હૈદરાબાદ સામેની જીતથી થઈ હતી, પરંતુ તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી.

    કોલકાતા નાઈટ રાઇડર્સ:

    નીતિશ રાણા, શુબમન ગિલ, રાહુલ ત્રિપાઠી, અયાન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આન્દ્રે રસેલ, સુનિલ નરેન, પેટ કમિન્સ, જાણીતા કૃષ્ણા, કમલેશ નાગરકોટી, વરૂણ ચક્રવર્તી.

    ચેન્નાઈ સુપર કિંગ્સ:

    રુતુરાજ ગાયકવાડ, ફોફ ડુ પ્લેસી, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, સેમ કારેન, લુંગી એન્ગિડી, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર.
    Published by:kuldipsinh barot
    First published:April 21, 2021, 20:00 pm

    ટૉપ ન્યૂઝ