શહીદ જવાન પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર ચેન્નઈ સુપરકિંગ્સનો આ સભ્ય સસ્પેન્ડ

News18 Gujarati
Updated: June 17, 2020, 3:45 PM IST
શહીદ જવાન પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર ચેન્નઈ સુપરકિંગ્સનો આ સભ્ય સસ્પેન્ડ
શહીદ જવાન પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર ચેન્નઈ સુપરકિંગ્સનો આ સભ્ય સસ્પેન્ડ

ગલવાન ઘાટીમાં (Galwan Valley)ચીન સાથે હિંસક ઝડપમાં ભારતના લગભગ 20 જવાન શહીદ થયા છે

  • Share this:
નવી દિલ્હી : ભારત અને ચીનની સેનાઓ વચ્ચે જે ઘટના બની તેણે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. પૂર્વ લદ્દાખ (Ladakh)ના ગલવાન ઘાટીમાં (Galwan Valley)ચીન સાથે હિંસક ઝડપમાં ભારતના લગભગ 20 જવાન શહીદ થયા છે. આપણા જવાનોએ પણ ચીન (China)ને જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન આખો દેશ ભારતીય આર્મી સાથે ઉભો છે. જોકે કેટલાક સંવેદનશીલતા બાજુએ રાખીને બોલી રહ્યા છે. શહીદ જવાનો પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમના ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધો છે. તે આઈપીએલ શરૂ થવાની સાથેથી જ ટીમ સાથે છે અને સ્પોર્ટ્સ મેડિસિનનો વિશેષજ્ઞ છે.

સીએસકેના ટીમ ડોક્ટર મધુ થોટાપિલ્લિનીએ અસંવેદનશીલ ટ્વિટ કર્યું હતું. જેના કારણે આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ તેના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ વિવાદિત ટ્વિટ પર ઝડપથી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો - 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ! BCCI અધિકારીએ કહ્યું - હવે વધારે રાહ જોઈ શકીએ નહીં


બીજી તરફ વિરાટ કોહલી (Virat Kohli)અને સચિન તેંડુલકર (Sachin Tendulkar)સહિત ઘણા ભારતીય ક્રિકેટર્સે ભારતના વીર જવાનોને સેલ્યૂટ કર્યું છે. કોહલીએ કહ્યું હતું કે તે જવાનોને સલામ જેમણે પોતાના દેશની રક્ષા માટે ગલવાન ઘાટીમાં પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. કોઈપણ એક સૈનિકથી વધારે નિસ્વાર્થ અને બહાદુર હોતા નથી. તેમના પરિવાર પ્રત્યે ઘણી સંવેદના. મને આશા છે કે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાથી તેમને શાંતિ મળશે. સચિને કહ્યું હતું કે આખો દેશ પોતાના શહીદ પરિવારોની સાથે ઉભો છે. હરભજન સિંહે ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે કહ્યું છે.
First published: June 17, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading