IPL 2018 ફાઈનલ : ધોનીએ સંજય માંજરેકરના ઉડાવી દીધા હોશ, કરી હળવી મજાક મસ્તી

News18 Gujarati
Updated: May 27, 2018, 11:52 PM IST
IPL 2018 ફાઈનલ : ધોનીએ સંજય માંજરેકરના ઉડાવી દીધા હોશ, કરી હળવી મજાક મસ્તી

  • Share this:
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં ચેમ્પિયન બન્યા પહેલા ટોસમાં પણ ધોનીએ બાજી મારીને સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. ટોસ દરમિયાન એક એવી ઘટના ઘટી જેનાથી બધા હસી-હસીને લોટ-પોટ થઈ ગયા હતા. ધોનીએ ટોસ જીત્યા પછી મજાક મસ્તી કરતાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરને કન્ફ્યૂઝ કરી દીધા હતો.

અસલમાં એમ એસ ધોનીએ સિક્કો ઉછાળ્યો અને વિલિયમ્સને ટેલ્સ માંગ્યો, એમ્પાયરે કહ્યું કે, હેડ્સ આવ્યો છે. ત્યાર બાદ માંજરેકર ધોની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે, હેડ્સ કોને માંગ્યો હતો. ધોનીએ કહ્યું કે, વિલિયમ્સને ટેલ્સ માંગ્યો અને હેડ્સ આવ્યો. ત્યા બાદ સંજય માંજરેકરે કહ્યું કે, સિક્કો કોને ઉછાળ્યો. ધોનીએ જવાબ આપ્યો કે, સિક્કો મે ઉછાળ્યો. આ બધુ જોઈને માંજરેકર હેરાન થઈ ગયા અને કન્ફ્યૂઝ થઈને પૂછવા લાગ્યા કે, ટોસ જીત્યું કોણ છે. અંતે ધોનીએ કહ્યું કે, તેઓ ટોસ જીત્યા છે.

આમ ધોનીએ મેચ જીતીને હૈદરાબાદના હોશ ઉડાવી નાંખ્યા તેવી જ રીતે થોડી વાર માટે તો માંજરેકરના પણ હોશ ઉડાવી નાંખ્યા હતા.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर