Home /News /sport /આ 3 ભૂલોને કારણે હાર્યું ચેન્નઈ, ધોની પોતાની જાતને નહીં કરે માફ

આ 3 ભૂલોને કારણે હાર્યું ચેન્નઈ, ધોની પોતાની જાતને નહીં કરે માફ

DRS:પહેલાના નિયમ મુજબ, જો બોર્ડ મેચને ફરીથી શેડ્યૂલ ન કરી શકે તો ફ્રેન્ચાઇઝીની હાર માનવામાં આવતી હતી અને તેની વિરોધી ટીમને 2 પોઈન્ટ આપવામાં આવે એવો નિયમ હતો પરંતુ હવે નિયમ બદલતા તેને ટેકનિકલ સમિતિને મોકલવામાં આવશે. પ્લેઇંગ કન્ડીશન્સમાં બીજો ફેરફાર ડીઆરએસ સંબંધિત હતો. હવે ટીમોને દરેક દાવ માટે એકને બદલે 2 રિવ્યુ મળશે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને આઈપીએલ સીઝન 12 જીતી લીધી

ન્યૂઝ18 ગુજરાતી : આઈપીએલ સીઝન-12ની ફાઇનલને જીતવા માટે બંને ટીમો છેલ્લા બોલ સુધી પ્રયાસો કરતી રહી અને તેના કારણે મેચમાં અનોખો રોમાંચ જોવા મળ્યો. મુંબઈએ મેચના છેલ્લા બોલે ચેન્નઈને એક રનથી હરાવીને આઈપીએલ સીઝન 12 જીતી લીધી. આ મેચમાં ત્રણ એવા પ્રસંગ આવ્યા જ્યારે મુંબઈના પ્લેયર્સના ફેન્સના શ્વાસ અદ્ધર થઈ ગયા અને અંતે ચેન્નઈ પાસેથી જીતેલી મેચ છીનવી લીધી...

પહેલી ભૂલ - ચેન્નઈથી સૌથી પહેલી ભૂલ ત્યારે થઈ જ્યારે વોટસને ના પાડી હોવા છતાંય રૈનાએ ડીઆરએસ લીધું. ચાહર મુંબઈ માટે 10મી ઓવર કરી રહ્યો હતો. બીજા જ બોલ પર તેણે રૈનાને એલબીડબલ્યૂ આઉટ કરી દીધો. જ્યારે રૈના વોટસન સાથે વાત કરી રહ્યો હતો તો એવું લાગી રહ્યું હતું કે વોટસન તેને જણાવી રહ્યો છે કે તે આઉટ છે, પરંતુ રૈના માન્યો નહીં અને રિવ્યૂ લઈ લીધો, જેમાં તે સ્પષ્ટ આઉટ જોવા મળ્યો.

રૈનાનું DRS લેવું (PC - IPL)


બીજી ભૂલ - ચેન્નઈની ઈનિંગની 13મી ઓવર હાર્દિક પંડ્યાએ નાખી. આ ઓવરના ચોથા બોલ પર શેન વોટસને લેગ સાઇડમાં આવેલા બોલને મિડવિકેટ તરફ ફટકાર્યો અને રનજ લેવા માટે દોડ્યો. આ વખતે થ્રો ચૂકી ગયો અને બોલ આગળ નીકળી ગયો. તેની પર ધોનીએ તરત જ બીજા રન માટે દોડી ગયો, પરંતુ મિડ ઓન પર ઊભેલા ઈશાન કિશને બોલ તરત પકડી અને સ્ટમ્પ ઉડાવી દીધી.

ધોનીનું રન આઉટ થવું (PC - IPL)


આ પણ વાંચો, IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો. હવામાં ફેંક્યું બેટ, અમ્પાયરે લીધો ક્લાસ

પહેલા તો લાગ્યું કે ધોની ક્રીઝમાં પહોંચી ગયો છે, પરંતુ રિપ્લેમાં સામે આવ્યું કે તેના બેટનો માત્ર એક હિસ્સો ક્રીઝની લાઇન સુધી પહોંચ્યો હતો. થર્ડ અમ્પાયરે આ નિર્ણય લેવામાં ઘણો સમય લીધો. ધોની માટે પણ પોતે આઉટ થાય તે ઘણી મોટી વાત હતી. તે જાણતો હતો કે મેચમાં ટીમને તેની કેટલી જરૂર હતી. ચેન્નઈ માટે આ મેચની બીજો સૌથી મોટી ટર્નિંગ પોઇન્ટ હતો.

છેલ્લી ઓવરમાં વોટસન જાડેજા વચ્ચે કન્ફ્યૂજન (PC - IPL)


ત્રીજી ભૂલ- મેચની અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રનની જરૂર હતી. ક્રીઝ પર વોટસન અને જાડેજા હતા. એવું લાગી રહ્યું હતું કે ચેન્નઈ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ એવું ન થઈ શક્યું. ઓવરના બીજા જ બોલ પર 2 રન લેવાના પ્રયાસમાં વોટસન અને જાડેજાની વચ્ચે કન્ફ્યૂજન થયું, જેના કારણે વોટસન આઉટ થઈ ગયો. મેચની અંતિમ ઓવરમાં વોટસનનું આઉટ થવું જ ચેન્નઈની હારનું સૌથી મોટું કારણ રહ્યું.

આ પણ વાંચો, IPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત
First published:

Tags: Ipl 2019, Ipl final, Ms dhoni, ક્રિકેટ, બીસીસીઆઇ, રોહિત શર્મા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો