IPL 2021 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, ધોનીએ મારી જીતની સિક્સર

ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇએ 11 મેચમાં 9 મી જીતી છે.

SRH vs CSK:ચેન્નાઈ (CSK)એ તેના બોલરોના દમ પર હૈદરાબાદ (SRH) 7 વિકેટ ગુમાવીને 134 રન પર રોકી અને ચેન્નઈએ બેટિંગ કરતા 2 બોલ પહેલા જ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. જેમાં ધોનીએ (MS Dhoni) જીતની સિક્સર મારી હતી.

  • Share this:
    નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના નેતૃત્વમાં ચેન્નઈ સુપરકિંગ્સે (Chennai Superkings) ગુરુવારે આઈપીએલ 2021 (IPL 2021)ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ(sunrisers hyderabad)ને 6 વિકેટે હરાવ્યું હતું. શારજાહમાં રમાયેલી આ મેચમાં વિજય સાથે ચેન્નઈએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 134 રન કર્યા હતા. આ પછી 2 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ મેચ જીતી લીધી હતી. ઘોનીએ વિનિંગ સિક્સર મારી હતી.

    ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇએ 11 મેચમાં 9 મી જીત નોંધાવી હતી અને હવે તેના 18 પોઇન્ટ છે. બીજા ક્રમે દિલ્હી કેપિટલ્સના 11 મેચમાંથી 16 પોઇન્ટ છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં હૈદરાબાદને 11 મેચમાં 9 મી હારનો સામનો કરવો પડ્યો હતો અને 8 ટીમોના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

    135 રનના લક્ષ્યનો પીછો કરતા ઋતુરાજ ગાયકવાડ (45) અને ફાફ ડુ પ્લેસિસ (41)એ ચેન્નઈને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ શાનદાર શોટ માર્યા બનાવ્યા અને 75 રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી. આ ભાગીદારી જેસન હોલ્ડરે તોડી હતી અને ઋતુરાજ ઈનિંગની 11મી ઓવરના પહેલા જ બોલ પર વિલિયમસનને કેચ આપી બેઠો હતો. ગાયકવાડે તેની 38 બોલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ મોઈન અલીએ ડુ પ્લેસિસ સાથે ઈનિંગ્સને આગળ ધપાવી અને બીજી વિકેટ માટે 28 રન જોડ્યા. મોઈન અલી (17 બોલમાં 17) ને રાશિદ ખાને બોલ્ડ કર્યો હતો.

    જેસન હોલ્ડરે ચેન્નાઈની ઇનિંગની 16મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ચોથા નંબરે ઉતરનાર સુરેશ રૈના (2) થાડા રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો, જેને હોલ્ડરે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. સિદ્ધાર્થ કૌલે આ જ ઓવરના 5માં બોલ પર ડુ પ્લેસિસને કેચ આઉટ કર્યો હતો. તેણે 36 બોલમાં પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.





    આ પણ વાંચો: IPL 2021: પોઈન્ટ ટેબલ, ઓરેન્જ-પર્પલ કેપ અપડેટ, આ બે ટીમનું પ્લેઓફમાં સ્થાન નક્કી

    ચેન્નાઈ પોઈન્ટ ટેબલ પર નંબર 1

    IPL ફેઝ-2માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં CSKના કેપ્ટન ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. તેવામાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 134 રન કર્યા છે. જેના જવાબમાં ધોની એન્ડ કંપનીએ 19.4 ઓવરમાં 139 રન કરી મેચ 6 વિકેટથી જીતી લીધે છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ 96 મીટર લાંબી સિક્સ મારી ચેન્નઈની ટીમને મેચ તો જીતાડી જ દીધી પરંતુ પ્લે-ઓફમાં પણ ક્વોલિફાય કરાવી દીધી છે. અત્યારે CSK ફરી એકવાર 18 પોઈન્ટ સાથે ટેબલમાં નંબર-1 બની ગઈ છે
    Published by:kuldipsinh barot
    First published: