ચેન્નાઇના 12 વર્ષના પ્રજ્ઞાનંદે રચ્ચો ઇતિહાસ, બન્યો સૌથી યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર

News18 Gujarati
Updated: June 25, 2018, 5:03 PM IST
ચેન્નાઇના 12 વર્ષના પ્રજ્ઞાનંદે રચ્ચો ઇતિહાસ, બન્યો સૌથી યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર
ચેસ રમચો પ્રજ્ઞાનંદ

ચેન્નાઇના આર પ્રજ્ઞાનંદે શનિવારે ઇતિસાહ સરજ્યો છે. 12 વર્ષ 10 મહિના અને 13 દિવસના પ્રજ્ઞાનંદ બીજો સૌથી યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે.

  • Share this:
ચેન્નાઇના આર પ્રજ્ઞાનંદે શનિવારે ઇતિસાહ સરજ્યો છે. 12 વર્ષ 10 મહિના અને 13 દિવસના પ્રજ્ઞાનંદ બીજો સૌથી યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. યુક્રેનના સર્જીએ 12 વર્ષ સાત મહિનાની ઉંમરમાં વર્ષ 1990માં શીર્ષક જીત્યું હતું. જોકે, તેઓ આ દુનિયામાં નથી. અને પ્રજ્ઞાનંદ સૌથી યુવા જીવિત ગ્રાન્ડમાસ્ટર છે.

વર્લ્ડ ચેમ્પિયન કાર્લ્સસન 13 વર્ષ ચાર મહિનાના હતા. જ્યારે તેમણે આ શીર્ષક જીત્યું હતું. ભારતના સૌથી મોટા ચેસ સ્ટાર વિશ્વનાથન આનંદે આ જીત 18 વર્ષની ઉંમરે મળવી હતી. ઇટાલીમાં ચાલી રહેલા ગ્રાડિન ઓપનમાં પ્રજ્ઞાનંદે શાનદાર દેખાવ કર્યો હતો.

તેમણે શાનદાર પ્રદર્શન કરતા નવ રાઉન્ડમાં નેધરલેન્ડના પ્રુઝિસર્સની સાથે ડ્રો મેચ રમી હતી. આ સાથે જ તેમણે આ શીર્ષક મેળવી લીધું હતું. પ્રજ્ઞાનંદ વર્ષ 2017માં વર્લ્ડ જૂનિયરમાં પહેલુ ગ્રાન્ડ માસ્ટર નોર્મ મેળવ્યું હતું. તેમને બીજું ગ્રાન્ડ માસ્ટર નોર્મ ગ્રીસમાં યોજાયેલા ક્લોઝ રાઉન્ડ રોબિન ટૂર્નામેન્ટમાં મળ્યું હતું.પ્રજ્ઞાનંદની બહેન વૈશાલી પણ ચેસરમે છે. બહેનને જોઇને પ્રજ્ઞાનંદને ચેસ રમવાની પ્રેરણા મળી છે. શરૂઆતમાં પ્રજ્ઞાનંદના પિતા ઇચ્છતા ન્હોતા કે તે ચેસ રમે કારણે મધ્યમવર્ગના પરિવારના બે બાળકોનો ખર્ચો ઉઠાવવો શક્ય ન્હોતો. આમ છતાં પણ પ્રજ્ઞાનંદે ચેસ શિખવાની શરૂઆત કરી હતી.

બહેને તેને ચેસ શિખવાડવાની શરૂઆત કરી હતી. જોકે, તેમના આ ઉપલબ્ધીથી આખો પરિવાર ખુબ જ ખુશ છે. તેમની જીત બાદ ટ્વિટર ઉપર લોકોની શુભેચ્છાઓ મળી રહી છે. પાંચ વર્ષથી વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ટ્વીટ કરીને પ્રજ્ઞાનંદને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.
First published: June 25, 2018, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading