ચેન્નાઈનો કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની ક્યારે લેશે આઈપીએલમાંથી સંન્યાસ, આ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

કોલકાતા સામેની મેચમાં ઘોનીને વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયનના ભૂતપૂર્વ સ્પિનર ​​બ્રેડ હોગ (Brad hogg)નું માનવું છે કે, 2021 ની IPL (IPL 2021) લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીનું (MS Dhoni) છેલ્લું વર્ષ હોઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયનના ભૂતપૂર્વ સ્પિનર ​​બ્રેડ હોગ (Brad hogg)નું માનવું છે કે, 2021 ની IPL (IPL 2021) લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીનું (MS Dhoni) છેલ્લું વર્ષ હોઈ શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં ધોની 1 રને આઉટ થયા બાદ હોગે મોટુ નિવેદન આપ્યું હતું. 2 દિવસ પહેલા યોજાયેલી આ મેચમાં KKRના મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ CSKના કેપ્ટનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 4 બોલ રમ્યા બાદ આઉટ થયો હતો. છેલ્લા બે IPLથી ધોનીનું બેટ શાંત છે. તેણે ગયા વર્ષે 14 મેચમાં 200 રન બનાવ્યા હતા અને આ વર્ષે 10 મેચમાં માત્ર 52 રન જ બનાવી શક્યા છે. હોગનું માનવું છે કે, 40 વર્ષીય ધોની પર હવે તેની ઉંમરે હાવી થવા જઈ રહી છે.

    હોગે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, મને લાગે છે કે, તે વર્ષના અંતમાં આઈપીએલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે, જે રીતે તે 2 દિવસ પહેલા ચક્રવર્તીનો બોલ સમજી શક્યો ન હતો અને બોલ્ડ થઈ ગયો હતો. તે કહે છે કે, ઉંમર તેમના હાવી થવા જઈ રહી છે. તેના બેટ અને પેડ વચ્ચે મોટું અંતર રાખીનો રમી રહ્યો હતો. મને લાગે છે કે, 40 વર્ષીય ધોનીની પ્રતિક્રિયાઓ નબળી પડવા લાગી છે. જોકે, તેની વિકેટકીપિંગ શાનદાર રહી છે.

    તેણે વધુમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ અને CSK માટે તે સારું છે કે, તે હજુ પણ તેની કેપ્ટનશિપને કારણે રમી રહ્યો છે. તે લોકોને શાંત રાખે છે અને જાડેજા સિવાય, અન્ય યુવા ક્રિકેટરોને વિકસાવવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. કોલકાતા સામે આઉટ થયા બાદ તે જે રીતે પેવેલિયન પરત ફર્યો હતો, તે તેની બોડી લેંગ્વેજ અને આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો કે હવે મારામાં પહેલા જેવી સ્પિડ રહી નથી.

    આ પણ વાંચો: T20 World Cup: ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ શકશે દર્શકો, BCCI કરશે તૈયારી

    ઘોની બની શકે છે ચેન્નાઈનો મુખ્ય કોચ

    ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોનીને 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાના માર્ગદર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હોગનું માનવું છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હશે. પરંતુ CSKમાં તેમની ભૂમિકા ચાલુ રહેશે. હોગને અપેક્ષા છે કે ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયન ધોની ફ્રેન્ચાઈઝી સાથે સંચાલકીય ભૂમિકા ભજવશે અને સ્ટીફન ફ્લેમિંગ સાથે ટીમના કામની દેખરેખ રાખશે. તે મુખ્ય કોચ પણ બની શકે છે. આવતા વર્ષે મોટી હરાજી થવાની સાથે, CSK સંપૂર્ણ પરિવર્તન માટે જઈ શકે છે અને ધોની વગર નવા યુગની શરૂઆત કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: