ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શમી પર પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આવો છે કેસ

વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગયેલ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ફરી એક વખત વધી શકે છે

News18 Gujarati
Updated: March 14, 2019, 6:02 PM IST
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શમી પર પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આવો છે કેસ
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શમી પર પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આવો છે કેસ
News18 Gujarati
Updated: March 14, 2019, 6:02 PM IST
વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગયેલ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ફરી એક વખત વધી શકે છે. કોલકાતા પોલીસે ગુરુવારે તેની સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. શમી સામે આ આરોપોમાં આઈપીસીની કલમ 498A (દહેજ પ્રતાડના) અને 354A (યૌન ઉત્પીડન) પ્રમાણે ચાર્જશીટ ફાઇલ કરી છે. આઈપીસીની આ બંને કલમો બિન જામીનપાત્ર છે. જેથી આઈપીએલ અને ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ રમવામાં તેને મુશ્કેલીમો સામનો કરવો પડી શકે છે.

23 માર્ચથી આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ મિશન માટે ઇંગ્લેન્ડ રવાના થશે. શમી ભારતના વર્લ્ડ કપ ટીમની યોજનાનો અહમ ભાગ છે. જેથી ટીમ ઇન્ડિયાની પણ ચિંતાઓ વધી ગઈ છે. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ તેની ઉપર ઘરેલુ હિંસા, લગ્ન પછી અફેરથી લઈને મેચ ફિક્સિંગ સુધીના આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો - હાર બાદ વિરાટનું મોટું નિવેદન: વર્લ્ડ કપ માટે ટીમમાં માત્ર એક સ્થાન ખાલી

હસીને એવો પણ આરોપ લગાવ્યો હતો કે શમીના પાકિસ્તાની યુવતી સાથે સંબંધ છે અને જે તેને પૈસા આપે છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. જોકે મેચ ફિક્સિંગના આરોપમાં બીસીસીઆઈની તપાસમાં શમીને નિર્દોષ જાહેર કરાયો છે.

આ પહેલા ગત વર્ષે હસીન જહાએ તેની ઉપર આરોપ લગાવ્યા હતા ત્યારે બીસીસીઆઈએ તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રોકી દીધો હતો. જોકે મેચ ફિક્સિંગમાં સંડોવણી બહાર ન આવતા શમીને ફરી કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
First published: March 14, 2019
વધુ વાંચો अगली ख़बर