LIVE મેચમાં ફિક્સિંગ માટે બુકીને આવી રીતે સિગ્નલ આપતો હતો આ ક્રિકેટર

બાંગ્લાદેશના સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ અલ હસન ઉપર મેચ ફિક્સિંગની વાત છુપાવવા બદલ આઈસીસીએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

News18 Gujarati
Updated: October 31, 2019, 3:22 PM IST
LIVE મેચમાં ફિક્સિંગ માટે બુકીને આવી રીતે સિગ્નલ આપતો હતો આ ક્રિકેટર
પ્રતિકાત્મક ચિત્ર
News18 Gujarati
Updated: October 31, 2019, 3:22 PM IST
નવી દિલ્હી : ક્રિકેટમાં મેચ ફિક્સિંગ (Match Fixing)નવી વાત નથી. આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan)ઉપર મેચ ફિક્સિંગની વાત છુપાવવા બદલ આઈસીસીએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય કર્ણાટક પ્રીમિયર લીગ (Karnataka Premier League)માં પણ ફિક્સિંગને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અંતર્ગત હવે ક્રિકેટરો અને બુકી વચ્ચે સંવાદની નવી જાણકારી સામે આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે લાઇવ મેચમાં ક્રિકેટર બુકીને કેવી રીતે સિગ્નલ પહોંચાડે છે.

બેંગલુરુ બ્લાસ્ટર્સના પૂર્વ ઓપનર એમ.વિશ્વનાથની (M. Vishwanathan) 2018માં રમાયેલી કર્ણાટક પ્રીમિયર લીગમાં ફિક્સિંગ(Fixing)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે વિશ્વનાથનને કહેવામાં આવ્યું હતું કે તે હુબલી ટાઇગર્સ સામે 20 બોલમાં 10 રનથી ઓછા બનાવે. આ મેચમાં વિશ્વનાથને 17 બોલમાં 9 રન બનાવ્યા હતા. 39 વર્ષીય વિશ્વનાથનની ગત સપ્તાહે બેંગલુરુ બ્લાસ્ટર્સના બોલિંગ કોચ વીનુ પ્રસાદ (Vinu Prasad) સાથે ધરપકડ કરી હતી. તેની ઉપર મૈસુરમાં 31 ઑગસ્ટ 2018ના રોજ રમાયેલ મેચમાં ધીમી બેટિંગ માટે 5 લાખ રુપિયા લેવાનો આરોપ છે.

આ પણ વાંચો - આવી છે BCCIના બોસ ગાંગુલીની લવ સ્ટોરી, પત્ની સાથે કર્યા હતા બે વખત લગ્ન

મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વીનુ પ્રસાદે વિશ્વનાથનને તેમાં સામેલ કર્યો હતો અને કહ્યું હતું કે મેચ દરમિયાન કેવા સિગ્નલ આપવાના છે. 31 ઑગસ્ટે રમાયેલ મેચમાં હુબલી ટાઇગર્સે બેંગલુરુ બ્લાસ્ટર્સને 118 રનનો પડકાર આપ્યો હતો. વિશ્વનાથન એક આક્રમક બૅટ્સમેન છે પણ તેણે મેચમાં 17 બોલમાં 9 રન જ બનાવ્યા હતા. મેચમાં બૅટિંગ દરમિયાન આઠ બૉલ રમ્યા પછી વિશ્વનાથને બૅટ બદલ્યું હતું અને ત્રીજી ઑવર પુરી થયા પછી તેણે પોતાનો ખભો વાળ્યો હતો. આ બંને ઇશારા બુકી માટે કર્યા હતા. જેનાથી વિશ્વનાથનની સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાની પૃષ્ટી થઈ શકે.
First published: October 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...