Home /News /sport /ક્રિજની બહાર હતો બેટ્સમેન, ફિલ્ડરે રનઆઉટ કર્યો છતા અમ્પાયરે OUT આપ્યો નહીં

ક્રિજની બહાર હતો બેટ્સમેન, ફિલ્ડરે રનઆઉટ કર્યો છતા અમ્પાયરે OUT આપ્યો નહીં

ઓકલેન્ડમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં રન આઉટ થવાને કારણે વિચિત્ર ડ્રામા થયો હતો. (star sports twitter)

ક્રિકેટમાં વપરાતા સ્ટમ્પ ચાર્જ કરવામાં આવે છે. જેના કારણે જ ગિલ્લીઓ ઉપર થતા અથવા નીચે પટકાતા તેમા લાઈટ થાય છે. પરંતુ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં બેલ્સને ડિસ્ચાર્ઝ થઇ ગઇ હતી.

નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાં ઘણી વખત એવી અજીબોગરીબ ઘટનાઓ બને છે. જે ચાહકોના મનને હચમચાવી દે છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડેમાં પણ કંઈક આવું જ બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાની ઈનિંગ દરમિયાન ચમિકા કરુણારત્ને રનઆઉટ થયો હતો. આમ છતાં અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. જે પાછળનું કારણ જાણીને તમે પણ માથું ખંજવાળશો.

આ ઘટના શ્રીલંકાની ઇનિંગ્સની 18મી ઓવરમાં બની હતી. બ્લેર ટિકનર આ ઓવર ફેંકી રહ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર ચમિકા કરુણારત્નેએ મિડ-ઓન તરફ શોટ રમ્યો અને બીજા રન માટે દોડ્યો હતો. ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકરના છેડા તરફ ફેંક્યો હતો. કરુણારત્ને ક્રિઝ પર પહોંચવા માટે છલાંગ લગાવે છે. પરંતુ ત્યાં સુધીમાં ટિકનરે ગિલ્લીઓ ઉડાવી નાંખી હતી. કરુણારત્ને ક્રિઝની બહાર હતો. પરંતુ તેના પછી ડ્રામા શરૂ થઇ ગયો હતો.



બ્લેર ટિકનરે ગિલ્લીઓ ઉડાડી દીધી હતી પરંતુ તેમાં લાઈટ ચાલુ થઈ ન હતી. આ કારણોસર અમ્પાયરે કરુણારત્નેને આઉટ જાહેર કર્યો ન હતો. આ વાત ખુદ ચમિકા પણ માની શકતો ન હતો. આ પછી ટીવી કોમેન્ટેટરે અનુમાન લગાવ્યું કે ટિકનરે અગાઉ જે ગિલ્લીઓ ઉડાવી હતી, તેની લાઇટ થઇ ન હતી. આ કારણથી અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. જ્યારે ટિકનરે અન્ય ગિલ્લીઓને ઉડાવી ત્યારે તેમાં લાઇટ થઇ હતી.

આ પણ વાંચો: IPL 2023 શરૂ થાય તે પહેલા જ પંજાબ કિંગ્સને ઝટકો, 6 કરોડનો ખેલાડી ટીમમાંથી આઉટ

ક્રિકેટમાં વપરાતા સ્ટમ્પ ચાર્જ કરવામાં આવે છે. જેના કારણે જ ગિલ્લીઓ ઉપર થતા અથવા નીચે પટકાતા તેમા લાઈટ થાય છે. પરંતુ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં બેલ્સને ડિસ્ચાર્ઝ થઇ ગઇ હતી. તેથી જ વિકેટ પરથી બેલ્સ હટાવ્યા પછી પણ લાઈટ ચાલુ ન થઈ. જ્યારે લાઇટ કામ કરતી ન હતી ત્યારે બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો ન હતો.
First published:

Tags: Cricket Ball, Cricket News in Gujarati, Cricketers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો