અમદાવાદમાં હાલ કબડ્ડી ફિવર જામ્યો છે. પ્રો-કબડ્ડી લીગની મેચો હાલ અમદાવાદમાં રમાઈ રહી છે. અમદવાદ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમનું હોમગ્રાઉન્ડ છે. જોકે ગુજરાતની ટીમ હોવા છતા તેમાં ગુજરાતનો કોઈ પ્લેયર્સ રમતો નથી. આ વિશે બધાને સવાલો થઈ રહ્યા છે. આ સવાલ સહિત બધા જ સવાલોના જવાબ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના CEO સંજય આડેસરાએ Gujarati.News18.com સાથેની ખાસ વાતચીતમાં આપ્યા હતા.
ટીમમાં ગુજરાતના ખેલાડી તેમ નથી તેવા સવાલના જવાબમાં ટીમના CEO સંજય આડેસરાએ કહ્યું હતું કે આવો સવાલ મને અત્યાર સુધી 999 લોકો પુછી ચુક્યા છે. ગુજરાતમાં હવે સ્પોર્ટ્સ કલ્ચર વિકસી રહ્યું છે. અમે રાજ્યની જુદી-જુદી 450 સ્કુલોમાં ઇન્ટરસિટી સ્પર્ધા કરાવી હતી. અમદાવાદની ટોપ 10 સ્કુલો પણ કબડ્ડી કલ્ચર જોવા મળે છે. હાલ ભલે ખેલાડી ન હોય પણ આવનાર ટુંક સમયમાં ગુજરાતના પ્લેયર્સ આ લીગમાં અને ટીમમાં રમતા જોવા મળશે. માતા-પિતાએ પણ પોતાના બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવી જોઈએ.
ગુજરાત ટીમની શાનદાર સફળતા વિશે સંજય આડેસરાએ કહ્યું હતું કે ટીમના બધા ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમના ઓનરની મહેનતની ટીમે સતત સફળતા મેળવતી રહેશે. હરાજી સમયે ટીમની પસંદગી સમયે અમને ગમે તે પ્લેયર ખરીદવાની છુટ છે. જેનો ફાયદો મળે છે. ગુજરાતનો લોકો પણ ઘણો સપોર્ટ કરી રહ્યા છે. સ્ટેડિયમમાં એકપણ સીટ ખાલી હોતી નથી.