Home /News /sport /

શાળાઓ હોલ ટિકિટ ન અટકાવી શકે: CBSE

શાળાઓ હોલ ટિકિટ ન અટકાવી શકે: CBSE

    દિવસો-દિવસ વધી રહેલી શાળા સંચાલકોની દાદાગીરીને સીબીએસઈએ ઝાટકો આપ્યો છે. ફીને લઈ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી મનમાની હાલમાં ખુબ જ વધી ગઈ છે. તાજેતરમાં અનેક શાળાઓ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ (પરીક્ષામાં બેસવાની રિસિપ્ટ)આપવાથી ઈન્કાર કરી રહી છે. જેની સામે CBSE બોર્ડે તમામ સ્કૂલ્સને પરિપત્ર ઈસ્યુ કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, શાળાઓ હોલ ટિકિટ રોકી શકે નહીં, બોર્ડે આપેલી હોલ ટિકિટ સ્કૂલ રાખી શકશે નહીં.તમામ શાળાઓને બોર્ડના નિયમોનું કડકપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

    શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂંડાસમાએ પણ આ બાબતે શાળાઓને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગાડવા માટે ચેતવણી આપી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ''હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સલાહ લઈને સમિતિ કામ કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે. કેટલીક શાળાઓ ફી નહીં, ભરવાને કારણે પરીક્ષાની હોલ ટિકિટ રોકવાની ધમકી આપે છે તે, તે બાબત સંપૂર્ણ ગેર વ્યાજબી છે. ફી બાકી હોવાને કારણે હોલ ટિકિટ ના આપવાની બાબત કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ, આકરા નિર્ણય લેતા અચકાશે નહીં.''

    શિક્ષણ મંત્રી અનુસાર, ''સુપ્રીમ કોર્ટે 1-1-2018ના રોજ હુકમમાં દર્શવા પ્રમાણે શાળા કોઈ પ્રોવિઝનલ ફી જાહેર કરીને લઈ શકશે. પરંતુ તેનાથી વધુ ફી લઈ શકશે નહીં. પ્રોવિઝનલ ફી એક વચગાળાની વ્યવસ્થા હોવાથી તેને ડીપોઝીટ ગણવાની રહેશે. આ પ્રોવિઝનલ ફી સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આધીન રહેશે.'' તે ઉપરાંત શિક્ષણમંત્રીએ શાળા સંચાલકોને આ વચગાળાના હુકમને પ્રેમથી સ્વીકારી લઈ ઝડપથી અમલ કરવા માટે કહ્યું હતું. તેમજ પ્રેમ ભર્યો માહોલ અને કૌટુંબિક વાતાવરણ ઉભું કરવા માટે કહ્યું હતું.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CBSE

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन