હાર્દિક, રાહુલ અને કરણની મુશ્કેલીમાં વધારો, જોધપુર કોર્ટમાં કેસ નોંધાયો

News18 Gujarati
Updated: February 6, 2019, 2:38 PM IST
હાર્દિક, રાહુલ અને કરણની મુશ્કેલીમાં વધારો, જોધપુર કોર્ટમાં કેસ નોંધાયો
કૉફી વિથ કરણના એ એપિસોડની તસવીર જેમાં હાર્દિક પંડ્યાએ વિવાદીત નિવેદન આપ્યા હતા.

કૉફી વિથ કરણનો વિવાદ હાર્દિક અને રાહુલ માટે માથાનો દુ:ખાવો બની ગયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: બૉલિવૂડના જાણીતા ફિલ્મકાર કરણ જોહરના ટેલિવિઝન શો ' કૉફી વિથ કરણ'માં વિવાદીત નિવેદનો આપનાર બરોડાના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઑપનર કે એલ રાહુલનું ક્રિકેટમાં પુનરાગમન થઈ ગયું હોવા છતાં તેમની મુશ્કેલીઓ ઓછી થઈ હોય તેવું જણાતું નથી.

હવે આ શોમાં મહિલાઓ વિશે વિવાદીત નિવેદનો આપનાર હાર્દિક અને રાહુલની સાથે કરણ જોહર પર જોધપુરની કોર્ટમાં કેસ નોંધાણો છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ' કૉફી વિથ કરણ'ના એપિસોડમાં વિવાદીત નિવેદનો આપનાર હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને બીસીસીઆઈએ સસ્સેન્ડ કર્યા હતા. બીસીસીઆઈમાં લોકપાલ લાગુ ન થયું હોવાથી તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને કેસ સુપ્રીમ કોર્ટમાં અટવાઈ ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં કેસનો વિલંબ થવાના કારણે બીસીસીઆઈએ બંને ખેલાડીઓ પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો હતો અને હાલમાં પંડ્યા ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાં જોડાઈ પણ ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાર્દિક, રાહુલ અને કરણ જોહર સામે ફરિયાદ થઈ હોવાથી હવે આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે.
First published: February 6, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading